IND V ENG: વિરાટ કોહલીએ તોડ્યો લારાનો રેકોર્ડ, બનાવ્યા આ ત્રણ નવા રેકોર્ડ, જાણો વિગત
કોહલીએ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 65 ઈનિંગમાં જ 4000 રન બનાવીને લારાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. લારાએ 71 ઈનિંગમાં 4000 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કેપ્ટન તરીકે તેણે માત્ર 15 ઈનિંગમાં જ 1000 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તે આવું કારનામું કરનારો પ્રથમ એશિયન કેપ્ટન પણ બની ગયો છે. કોહલી વિદેશ પ્રવાસમાં ટેસ્ટ સીરિઝમાં 500થી વધારે રન બનાવનારો વિશ્વનો છઠ્ઠો કેપ્ટન પણ બની ગયો છે.
58 રનની ઈનિંગ દરમિયાન 15 રનના સ્કોર પર પહોંચતા જ કેપ્ટન વિરાટ કોહલી વિદેશી જમીન પર ટેસ્ટ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે ટેસ્ટ સીરિઝમાં કેપ્ટન તરીકે 500થી વધારે રન બનાવનારો પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચનની ટેસ્ટ શ્રેણીની ચોથી અને નિર્ણાયક મેચ સાઉથ હેમ્પટનમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ દ્વારા 245 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યા બાદ ભારતે 22 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ 101 રનની ભાગીદારી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -