ટોયોટાએ આ ત્રણ કાર કરી અપડેટ, નવા ફીચર્સના બાદ કેટલો થયો ભાવ વધારો, જાણો વિગત
ટોયોટા ફોર્ચ્યુનરની કિંમત 26.69 લાખ રૂપિયાથી વધીને 27.27 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ તમામ કિંમત એક્સ શો રૂમ દિલ્હીની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નવા ફીચર્સ ઉપરાંત ત્રણેય કારમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. નવા ફીચર્સ ઉમેર્યા બાદ કારની કિંમતમાં વધારો થઈ ગયો છે. ઈનોવા ક્રિસ્ટાના પ્રારંભિક વેરિયન્ટની કિંમત 14.35 લાખથી વદીને 14.65 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ઈનોવા ક્રિસ્ટા ટુરિંગ સ્પોર્ટની કિંમત 18.15 લાખ રૂપિયાથી વધીને 18.89 લાખ રૂપિયા થઈ છે.
આ ત્રણેય કારમાં ઈમરજન્સી બ્રેક સિગ્નલ, રિયર ફોગ લેમ્પ્સ, ફ્રન્ટ એલઈડી ફોગ અને ગ્લાસ બ્રેકની સાથે એન્ટી થેફ્ટ એલાર્મ તથા અલ્ટ્રાશોનિક સેન્સર મળશે. આ ઉપરાંત ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અને ઈનોવા ક્રિસ્ટા ટૂરિંગ સ્પોર્ટમાંમ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ સાઉન્ડેડ કન્ટ્રોલ્સ, ઓડિયો કન્ટ્રોલ્સ, પાવર ફોલ્ડિંગ ઓઆરવીએમએસ, સેન્સિટિવ ડોર લોક-અનલોક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ ટોયોટાએ તેની બેસ્ટ સેલિંગ પ્રોડક્ટ્સ ઈનોવા ક્રિસ્ટા, ઈનોવા ક્રિસ્ટા ટુરિંગ સ્પોર્ટ અને ફોર્ચ્યુનરને ભારતીય માર્કેટ માટે અપડેટ કરી છે. કંપનીએ આ કારમાં નવા ફીચર્સ અપડેટ કર્યા છે. આ કારમાં અપડેટ સેફ્ટી અને ટેક્નોલોજીના હિસાબે આપવામાં આવ્યા છે.
આ રીતે ફોર્ચ્યુનર એસયુવીમાં અલગથી ઈક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યા છે. આ વધારાના ફીચર્સમાં પેસેન્જર સાઇડ પાવર્ડ સીટ, અલ્ટ્રાશોનિક સેન્સર સાથે એન્ટી થેફ્ટ એલાર્મ, ઇમરજન્સી બ્રેક સિગ્નલ, રિયર ફોગ લેમ્પ્સ અને ઇલેક્ટ્રોક્રોમિક ઇનર રિયર વ્યૂ મિરર સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -