IND v ENG: લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને મળી શકે છે ભારત જેવી પીચ, જાણો વિગતે
ગુરુવારે મેચ પહેલા જો પીચ ભારતીય સ્પિનર્સને અનુકૂળ હશે તો ઈંગ્લેન્ડ સામે ટી20 અને વનડે શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કરનારા કુલદીપ યાદવને પ્લેઈંગ ઇલેવનમાં પણ સ્થાન મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ગુરુવારથી લોર્ડ્સમાં રમાશે. લોર્ડ્સના મેદાન પર સામાન્ય રીતે ફાસ્ટ બોલર્સની બોલબાલા રહેતી હોય છે પરંતુ ઈંગ્લેન્ડમાં હાલના દિવસોમાં પડી રહેલી ગરમી બાદ પિચનો મિજાજ બદલાઈ શકે છે. પરિણામે બીજી ટેસ્ટમાં બે સ્પિનર્સ સાથે ટીમો ઉતરશે તેવી ચર્ચા થઈ રહી છે.
આ સ્થિતિમાં અનેક દિગ્ગજ પ્લેયર્સ લોર્ડ્સમાં બે સ્પિનર્સ સાથે ઉતરવું જોઈએ તેમ કહી રહ્યા છે. ભારત ટીમમાં બે ફાસ્ટ બોલર અને બે સ્પિનર સાથે ઉતરી શકે છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમમાં મોઈન અલીનો સમાવેશ કરવામાં આવી શકે છે.
ઈંગ્લેન્ડમાં છેલ્લા થોડા દિવસોથી મહત્તમ તાપમાન 32 ડિગ્રીને પાર કરી રહ્યું છે. 1976 બાદ અહીંયા આવી ગરમી પડી રહી છે. જેના કારણે ગ્રાઉન્ડમેનને પિચને ભીની રાખવાનો પડકાર સામે આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -