Ind V Eng: ત્રીજી ટેસ્ટમાં સદીથી ચુક્યો કોહલી, પ્રથમ દિવસે ભારત મજબૂત સ્થિતિમાં
નોટિંઘમ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગલ કરતા ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 307 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી ત્રણ રન માટે સદીથી વંચિત રહ્યો હતો. કોહલી અને રહાણેએ 159 રનની પાર્ટનરશિપ કરી હતી. કોહલી 97 રને રશિદની ઓવરમાં 5મી વિકેટના રૂપમાં આઉટ થયો હતો.
ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે. રિષભ પંતનું ટેસ્ટ ડેબ્યૂ થયું છે. બુમરાહનો કુલદીપ યાદવના સ્થાને અને મુરલી વિજયના સ્થાને શિખર ધવનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિખર ધવન અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. જે પછી લંચ સુધીમાં ટીમ ઈન્ડિયાએ ધનવ, રાહુલ અને પૂજારાની વિકેટ ગુમાવી દીધી હતી. લંચ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 82 રન હતો. રહાણે 81 રન બનાવી બ્રોડની ઓવરમાં આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 241 રન હતો.
ભારતની ટીમ આ મુજબ છે: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા
ત્રીજી ટેસ્ટથી પંત કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો પંત 291મો ખેલાડી છે. ભારત પાંચ ટેસ્ટની સીરીઝની શરૂઆતની બે મેચો હારી ગયું છે. એટલે જો હજુ પણ ભારતે સીરીઝમાં ટકી રહેવું હોય તો આ મેચમાં જીત મેળવવી પડશે.