કોહલીએ તોડ્યો વધુ એક રેકોર્ડ, બન્યો એશિયાનો કિંગ, જાણો વિગત
કેપ્ટન તરીકે સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ગ્રેમ સ્મિથના નામ પર છે. તેણે 109 મેચમાં 47.84ની સરેરાશથી 8659 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 25 સદી પણ ફટાકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 42 મેચમાં 65.12ની સરેરાશથી 4233 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 17 સદી પણ ફટકારી છે. કોહલીની આ એવરેજ વિશ્વના તમામ કેપ્ટનોમાં સર્વશ્રેષ્ઠ છે.
કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારો પ્રથમ એશિયન કેપ્ટન બની ગયો છે. કોહલીએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટમ મિસબાહ ઉલ હકનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મિસબાહે 56 મેચમાં 51.39ની સરેરાશથી 4214 રન બનાવ્યા હતા. જેમાં તેણે 8 સદી પણ ફટકારી હતી.
હૈદરાબાદઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ તેની કરિયરના સુવર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. હૈદરાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે 45 રન બનાવ્યા હતા. આ દરમિયાને તેણે એક નવો કીર્તિમાન રચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -