સિડની: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઑસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ સીરિઝ પહેલા ધમાકેદાર બેટિંગ કરી હતી. ઓસ્ટ્રેલિયા-એ વિરુદ્ધ રમાઈ રહેલી પ્રેકિટસ મેચ દરમિયાન તોફાની બેટિંગ કરતા સદી મારી હતી. દિવસની અંતિમ ઓવરમાં પંતે 22 રન બનાવ્યા હતા અને 73 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે યજમાન ટીમ પર 472 રનની લીડ મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા-એ વચ્ચે રમાઈ રહેલી બીજી વાર્મ અપ મેચમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 194 રન પર જ ઓલઆઉટ થઈ ગયેલી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાન પર 386 રન બનાવ્યા છે. બીજી દિવસની રમત પૂરી થવા સુધીમાં પંતે 103 રન જ્યારે હનુમા વિહારીએ 104 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 108 રન બનાવ્યા હતા.



પંતની આક્રમક બેટિંગ

પ્રેક્ટિસ મેચનો પૂરો ફાયદો ઉઠાવતા પંતે ટેસ્ટ સીરિઝ પહેલા એક મોટી ઈનિંગ રમી છે. મેચના બીજા દિવસે પંતે માત્ર 73 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન 9 ફોર અને 6 સિક્સ ફટકારી હતી. જ્યારે મેચ પૂરી થતા પહેલા નાખવામાં આવેલી અંતિમ ઓવરમં પંતે 22 રન બનાવ્યા હતા અને પોતાની સદી પૂરી કરી હતી.