સુરતઃ પુણાના મુક્તિધામ સોસાયટીમાં યુવકે પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. પત્ની હત્યા પછી લાશને કોથળામાં સંતાડી યુવક રાજસ્થાન ભાગી ગયો હતો. જોકે, પોલીસે યુવકની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. ગત અઠવાડિયે યુવકે પત્નીની હત્યા કરી નાંખી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો નીમ્બાલી ગામનો વતની લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતો હતો. થોડા મહિના પહેલા જ તેણે દલાલને 3 લાખ રૂપિયા આપીને કૌશલ્યા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.
10 દિવસ પહેલા કોઈ બાબતે ઝઘડો થતાં કૌશલ્યાએ લીખારામને માર માર્યો હતો. જેને કારણે લીખારામને લાગી આવ્યું હતું. જેને કારણે તે આખી રાત સૂઈ શક્યો નહોતો. આ પછી વહેલી સવારે જ તેણે કૌશલ્યાની સૂતેલી હાલતમાં દોરીથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. આ પછી તેણે લાશ કોથળામાં પેક કરી દીધી હતી. આ પછી 3 ડિસેમ્બરે તેણે આખી રાત પત્નીની લાશ સાથે જ વિતાવી હતી. તેમજ 4 ડિસ ેમ્બરે સવારે કોથળો રૂમમાં મૂકીને નાસી ગયો હતો. પુણા પોલીસે ગુનો દાખલ કરીને પતિને અઠવાડિયા પછી રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
સુરતઃ એવું તે શું થયું કે યુવકે દલાલને 3 લાખ રૂપિયા આપીને જેની સાથે લગ્ન કર્યા તે યુવતીની જ કરી નાંખી હત્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Dec 2020 04:03 PM (IST)
મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો નીમ્બાલી ગામનો વતની લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી સુરતના પુણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં રહેતો હતો. થોડા મહિના પહેલા જ તેણે દલાલને 3 લાખ રૂપિયા આપીને કૌશલ્યા સાથે લગ્ન કર્યા હતા.
તસવીરઃ પુણા પોલીસે પત્નીની હત્યાનો ગુનો દાખલ કરીને પતિને અઠવાડિયા પછી રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -