રવિન્દ્ર જાડેજા 40 રન બનાવી રમતમાં છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 82 રનની લીડ મેળવી લીધી છે. રહાણે અને રવિન્દ્ર જાડેજાએ 104 રનની પાર્ટનરશીપ કરી લીધી છે.
હનુમા વિહારી 21 રન બનાવી આઉટ થયો હતો અને રિષભ પંત 40 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ પૂરી કરી. ઋષભ પંતને આઉટ કરીને તેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી.
બીજા દિવસનું પ્રથમ સેશન ઓસ્ટ્રેલિયાના નામે રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલરો ન માત્ર સેટ બેટ્સમેન પુજારા અને શુભમન ગિલની વિકેટ લેવામાં સફળ રહ્યાં પરંતુ ભારતીય બેટ્સમેનોને રન બનાવવાની વધારે તક પણ નહોતી આપી. કમિંસે શુભમન ગિલ અને પૂજારની વિકેટ લીધી હતી. કમિંસે બે વિકેટ લીધી હતી. ગિલ 45 રન બનાવી આઉટ થયો હતો. તેના બાદ પૂજારાને 17 રન બનાવી આઉટ કર્યો હતો.
બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ હતી. પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 4 વિકેટ, અશ્વિને 3 વિકેટ, સિરાજે 2 વિકેટ અને જાડેજાએ એક વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયા: અજિંક્ય રહાણે (કપ્તાન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર અને કપ્તાન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.