IND vs AUS:  ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટ પર રમાશે. ટીમ ઈન્ડિયા બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત પણ કરી દીધી છે. શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિકેટકીપરોને લઈ ભારતના પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે.


ગંભીરનું માનવું છે કે, ટીમ મેજમેન્ટે ખેલાડીઓ વચ્ચે અસુરક્ષા પેદા કરી દીધી છે અને રિદ્ધીમાન સાહા તથા રિષભ પંત વચ્ચે રોટેશનનો નિર્ણય વિકેટકીપરો માટે અનુચિત છે.

એડિલેડમાં પ્રથમ ટેસ્ટમાં ખરાબ ફોર્મમાં રહેલા સાહાને મેલબર્નમાં બીજી ટેસ્ટમાં ટીમમાંથી બહાર રખાયો છે. ગંભીરે સવાલ ઉઠાવ્યો છે કે, જો પંત આગામી બે મેચમાં નિષ્ફળ રહે તો શું તેની સાથે પણ આ વર્તન કરવામાં આવશે.

ગૌતમ ગંભીરે કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સાહાએ સીરિઝમાં બસ એક ટેસ્ટ રમી છે અને તેને બહાર કરી દેવામાં આવ્યો છે. તેમણે યૂટ્યૂબ ચેનલ સ્પોર્ડ ટુડે પર કહ્યું કે, જો પંત બીજી અને ત્રીજી ટેસ્ટમાં સારુ પ્રદર્શન નહીં કરે તો શું કરશો. શું ફરી સાહાને ટીમમાં રાખવામાં આવશે.”

તેમણે કહ્યું કે, ખેલાડી કથનીથી નહીં પરંતુ કરનીથી સુરક્ષિત અનુભવ કરે છે જે વર્તમાન ટીમ મેનેજમેન્ટ નથી કરી શક્યું. તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે ટીમ અસ્થિર લાગી રહી છે કારણ કે કોઈના પણ સુરક્ષાનો ભાવ નથી. દેશ માટે રમનાર દરેક ખેલાડી પ્રતિભાશાળી હોય છે.

ગંભીરે કહ્યું કે, ભારત સિવાય કોઈ પણ વિકેટકીપરોને રોટેટ નથી કરતું. તેમણે વધુમાં કહ્યું કે, પંત અને સાહા બન્નેને ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે. પરિસ્થિતી અનુસાર તેમની પસંદગી કરવામાં આવે છે. વિકેટકીપરો સાથે આવું નથી કરવામાં આવતું. આવું બોલરો સાથે કરવામાં આવે છે.