નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી પાંચ વનડે મેચોની સીરીઝની આજે અંતિમ અને ફાઇનલ વનડે રમાવવાની છે. દિલ્હીના સ્ટેડિયમમાં બન્ને ટીમો આજની મેચ જીતીને સીરીઝ પર કબ્જો જમાવવા કોશિશ કરશે. આઇસીસી વર્લ્ડકપ 2019 પહેલા આ ભારત માટે અંતિમ વનડે છે. બન્ને ટીમો માટે આજે કરો યા મરોનો જંગ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી વનડે નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાનમાં રમાઇ રહી છે.
પાંચમી વનડેનું લાઇવ પ્રસારણ ભારતીય સમયાનુસાર બપોરે 1.30 વાગે થશે.
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચમી વનડેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને હિન્દી કૉમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાય છે.
સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, વિજય શંકર, રિષભ પંત, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.