નવી દિલ્હીઃ ઈથોપિયા પ્લેન ક્રેશમાં દિલ્હીની શિખા ગર્ગે મોત પહેલા પતિને મેસેજ મોકલીને ટૂંકમાં જ વાત કરવીની વાત કહી હતી. શિખાએ અંતિમ એસએમએસ પોતાના પતિ સોમ્ય ભટ્ટાચાર્યને અંદાજે 10 કલાકે કર્યો, ત્યાર બાદ થોડી જ મિનિટ બાદ પ્લેન અદીસ અદાબામાં ક્રેશ થઈ ગયું. શિખાનો મેસેજ જોયા બાદ સૌમ્યએ જેવા જ રિપ્લાઈ ટાઈમ કરવાનું શરૂ કર્યું, તેના ફોન પર પ્લેન ક્રેશની સૂચના આવી ગઈ.


ભારતીય શિખા ગર્ગ નૈરોબીમાં આયોજીત UNની એક મિટિંગમાં હાજરી આપવા માટે જતી હતી, શિખાના લગ્ન સૌમ્ય ભટ્ટાચાર્ય સાથે ત્રણ મહિના પહેલા જ થયા હતા. સૌમ્ય અને શિખા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમમાં હતા, બાદમાં તેઓએ ત્રણ મહિના પહેલા જ લગ્નગ્રંથીએ જોડાયા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચિતમાં સૌમ્યએ જણાવ્યું કે તે પણ પત્ની શિખા સાથે નૈરોબી જવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન ચેન્જ થયો.



સૌમ્યે વધુમાં જણાવ્યું કે શિખાએ તેને મેસેજ કર્યો કે તે ફ્લાઇટમાં સવાર થઇ ગઇ છે અને ફ્લાઇટ લેન્ડ થયા બાદ કોલ કરશે. પરંતુ આ મેસેજનો રિપ્લાય કરું તે પહેલા જ ફોન બંધ થઇ ગયો, બાદમાં પ્લેન ક્રેશના મને સમાચાર મળ્યા. સૌમ્ય અને શિખા નવી દિલ્હીના રહેવાસી છે, તેઓ વેકેશન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતા,શિખાને UN પર્યાવરણ સંબંધિત પ્રોગ્રામમાં ભાગ લેવા માટે નૈરોબી જઇને પરત આવે એટલે તેઓ વેકેશન પર જવાના હતા.