Ind vs Aus:  ઑસ્ટ્રલિયા સામે ચાલી રહી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાના કારણે કેટલાક ખેલાડી તો સીરિઝમાંથી જ બહાર થઈ ગયા છે. ત્યારે ઓસ્ટ્ર્લિયાના દિગ્ગજ ક્રિકે્ટર વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ખેલાડીઓની ઈજાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ગિલક્રિસ્ટે કહ્યું કે, ભારતીય ખેલાડીઓના જુસ્સા પર સવાલો ઉઠાવી શકાય નહીં, પરંતુ તેના આટલા બધા ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવા પાછળના કારણો શોધવા જોઈએ.



ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતના 8 ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયા છે. એટલુ જ ચોથી ટેસ્ટના પ્લેઈંગ ઈલેવનની પસંદગી માટે તો કેપ્ટન રહાણે માટે માથાનો દુખાવો બની ગયો હતો. ત્યારે હવે બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન ફાસ્ટ બોલર નવદીપ સૈની ઈજાગ્રસ્ત થઈ ગયો છે.

ચાર મેચોની આ સીરિઝમાં ભારત માટે માત્ર અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાએ જ તમામ ટેસ્ટ રમી છે. આ સિરિઝ દરમિયાન અત્યાર સુધી જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, ઉમેશ યાદવ અને હનુમા વિહારી ઈજાગ્રસ્ત થઈ ચુક્યા છે.

ગિલક્રિસ્ટે ફોક્સસ્પોર્ટ્સને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, ખેલાડીઓને હાલમાં જે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે તે ઉલ્લેખનીય છે, તેણે તેના પાછળનું કારણ શોધવું પડશે કે, આટલા બધા ખેલાડીઓ ઈજાગ્રસ્ત કઈ રીતે થયા. તેમને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ ઓક્રમણના કારણે ઈજા નથી પહોંચી, પરંતુ માંસપેશિયોમાં ખેચાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તેઓએ એ તપાસ કરવું પડશે કે આવું શા માટે થયું અને આ તેમના નિયંત્રણમાં હતું કે નહીં. ગિલક્રિસ્ટે વધુમાં કહ્યું, પરંતુ તમે તેમના જજ્બા અને હાર ન માનવાની અદમ્ય ઈચ્છાશક્તિ પર સવાલ ઉઠાવી શકો નહીં.

ટીમ ઈન્ડિયાને શુક્રવારે ચોથી ટેસ્ટમાં વધુ એક ઝટકો લાગ્યો છે. નવદીપ સૈનીને માંસપેશિયોમાં ખેચાણના કારણે મેદાન છોડવું પડ્યું હતું.

ટીમ ઈન્ડિયાના આ ખેલાડી થયા છે ઈજાગ્રસ્ત

લોકેશ રાહુલ, હનુમા વિહાર, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની,