IND vs AUS: ભારતીય ટીમે 32 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં કયો ઈતિહાસ દોહરાવ્યો? જાણો વિગત
હાલ રમાયેલી સીડની ટેસ્ટ આખરી હતી, તેવી જ રીતે 1986ની સિડની ટેસ્ટ પણ શ્રેણીની આખરી ટેસ્ટ હતી. જોકે તે 3 મેચની શ્રેણી ૦-૦થી ડ્રો થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરસપ્રદ રેકોર્ડ એ પણ છે કે, હાલની સીડની ટેસ્ટમાં કુલદીપ યાદવે 99 રનમાં પાંચ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે 1986ની ટેસ્ટમાં શિવલાલ યાદવે પ્રથમ ઈનિંગમાં 99 રનમાં પાંચ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
યોગાનુંયોગ કોહલીએ આ સિદ્ધિ કપિલ દેવના 60માં જન્મદિને જ મેળવી હતી. ભારતે કોહલીની આગેવાનીમાં 2019માં મેળવેલી સિદ્ધિ અને કપિલની ટીમે 1986માં મેળવેલી સિદ્ધિમાં ઘણી સામ્યતા જોવા મળી રહી છે. ભારતે 1986માં કપિલ દેવની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાને સીડનીમાં ફોલોઓન કર્યું ત્યારે પણ 6 જાન્યુઆરી જ હતી.
સીડની: કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ સીડની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે કોહલીએ ભારતના લેજન્ડરી ઓલરાઉન્ડર અને કેપ્ટન કપિલ દેવના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. અત્યાર સુધી કપિલ દેવ જ ભારતનો એકમાત્ર એવો કેપ્ટન હતો કે જેની આગેવાનીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ભૂમિ પર ફોલોઓન કર્યું હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -