મેલબર્ન: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ટ પર ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. બીજી ટેસ્ટના બીજા દિવસે રવિવારે રિષભ પંતે એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રિષભ પંત આ ખાસ રેકોર્ડ બનાવનાર દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે.


પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સતત આઠ ઈનિગમાં 25 કે 25થી વધારે રન બનાવ્યા છે. આ આઠ ઇનિંગમાં પંતનો સ્કોર ક્રમશ:- 25, 28, 36, 30, 39, 33, 159*, 29 છે.

અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર આઠથી વધુ સફળ ઈનિંગમાં કોઈ પણ ખેલાડી 25થી વધુ રન બનાવી શક્યો નથી. વેલી હેમન્ડ, રુસી સુરતી અને વિવ રિચર્ડસે જ આ પહેલા સતત આઠ વખત સફળ ઈનિંગ્સમાં 25 થી વધુ રન બનાવ્યા હતા.

ટૉસ હારીને પ્રથમ બોલિંગ કરતા ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ દિવસે યજમાન ટીમને 195 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. બીજા દિવસે ટીમ ઈન્ડિયાની ઇનિંગમાં પંતે 29 રન બનાવી મિશેલ સ્ટાર્કની ઓવરમાં ટિમ પેનના હાથે કેચ આઉટ થયો હતો. પંતે પોતાની ઇનિંગ દરમિયાન 40 બોલમાં 3 ફોર ની મદદથી 29 રન બનાવ્યા હતા.