ટોકિયોઃ બ્રિટનમાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. જેને લઇ ટેન્શનમાં આવેલી જાપાન સરકારે સોમવારથી વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ રહેશે. જાપાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે. જાપાનના નાગરિકો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે.


જાપાનમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેનનો પ્રથમ કેસ શુક્રવારે નોંધાયો હતો. આ ઉપરાંત સતત ચોથા દિવસે કોવિડ-19 કેસમાં રેકોર્ડ વધારો થયો હતો. જાપાનના સાર્વજનિક પ્રસારક એનએચકેએ કહ્યું કે, આ બેન બાદ જાપાની નાગરિકો દેશમાં પ્રવેશ કરી શકે છે પરંતુ તેમણે 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.

જાપાન સરકારે કહ્યું કે, થાઇલેન્ડ, વિયેટનામ, સાઉથ કોરિયા, તાઇવાન સહિત 10 દેશમાંથી આવતા બિઝનેસમેન અને સ્ટુડન્ટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે જાપાન સરકારે સોમવારથી નવા વિઝા નહીં આપવાનો ફેંસલો કર્યો છે.

શુક્રવારે બ્રિટનથી પરત ફરેલા 5 જાપાનીઝમાં એરપોર્ટ પર તપાસ દરમિયાન કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો હતો. નવો કોરોના સ્ટ્રેન પહેલા કરતાં ઝડપથી ફેલાય છે. નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં ભારત સહિત 40 કરતાં વધુ દેશોએ બ્રિટનથી આવતાં મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Gold Price: ચાલુ વર્ષે 28% મોંઘું થયું સોનું, જાણો 2021માં કેટલો રહી શકે છે ભાવ

Corona Update: રસી શોધાવા છતાં કોરોનાથી વહેલા છૂટકારો નહીં, જાણો કેટલા વર્ષ સુધી રહેશે