નવી દિલ્હી: ભારત-ઑસ્ટ્રેલીયા વચ્ચેની ટી 20 સીરિઝ પર ભારતે કબજો કરી લીધો છે. આ પહેલા વનડે સીરિઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગમાં ભલે સારુ પ્રદર્શન કર્યું છે પરંતુ ફિલ્ડીંગમાં લોચા મારતો જોવા મળ્યો હતો. કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તેણે કેચ પર કેચ છોડ્યા હતા.
રવિવારે સિડનીમાં રમાયેલી મેચમાં કોહલીએ મેથ્યૂ વેડનો એકદમ આસાન કેચ છોડી દીધો હતો. જો કે, બેટ્સેમનને આ બોલ પર રન આઉટ કર્યો હતો. ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અજય જાડેજા એક સારા ફિલ્ડર માનવામાં આવે છે. જાડેજાએ તેના પર ટિપ્પણી કરતા કોહલીની ચૂકના કારણો જણાવ્યા છે.
સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જાડેજાએ કહ્યું કે, ‘વિરાટ કોહલીને છેલ્લા કેટલા વર્ષોથી આપણે અનેક અસાધારણ કેચ પકડતો જોયો છે. જ્યારે તેમની પાસે વિચારવાનો સમય હોય છે. ત્યારે મને લાગે છે કે ક્યારેક ક્યારેક વસ્તુઓ ડાઉનહિલ થઈ જાય છે. છેલ્લી મેચમાં તેની પાસે પૂરતો સમય હતો અને તેના ફિટનેસ સાથે કોઈ લેવા દેવા નહોતું. મને લાગે છે કે, વિરાટ તે સમયે રાહ જોઈ રહ્યો હતો કે, ત્યારે હાથ તેની અને તે બોલની વચ્ચે આવી જાય.’
જાડેજાએ વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે, આજે તેની પાસે સમય હતો પરંતુ જ્યારે તે કેચ પકડવાનો જ હતો ત્યારે ઓફ બેલેન્સ્ડ હતો. જ્યારે તમે કેચ છોડવા શરુ કરો છો, અને ત્યારે જ્યારે આસાન કેચ હોય, ત્યારે તમારી તરફ આવતી બોલ પણ બોમ્બની જેમ દેખાય છે. ” જાડેજાએ કહ્યું કે, કોહલી માટે આ જરૂરી છે કે તે ધ્યાન કેન્દ્રિત રાખે નહીં તો તેને સરળ કેચ પણ અઘરા લાગશે.
વિરાટ કોહલી કેચ પર કેચ છોડી રહ્યો છે, ફિલ્ડિંગમાં મારી રહ્યો છે લોચા, અજય જાડેજાએ આપ્યું શું કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Dec 2020 11:00 AM (IST)
કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડર્સમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં તે કેચ પર કેચ છોડ્યા હતા.
તસવીર-BCCI
- - - - - - - - - Advertisement - - - - - - - - -