નવી દિલ્હીઃ દેશમાં કોરના વેક્સિનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ફાઇઝર બાદ સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ડીજીસીઆઈની  મંજૂરી માંગી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોરોના વેક્સિન માટે ડીજીસીઆઈની મંજૂરી માંગનારી પ્રથમ સ્વદેશી કંપની બની ગઈ છે.


કંપનીએ ઈમરજન્સી ઉપયોગ માટે ડેટા સબમિટ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, કંપનીએ મહામારી દરમિયાન જરૂરી  તબીબી સેવાઓનો વ્યાપક સ્તરે જનતાના હિતનો ઉલ્લેખ કરી મંજૂરી આપવાની વિનંતી કરી છે.



રવિવારે અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝર (Pfizer) ની ભારતીય સબસિડરીએ તેના દ્વારા વિકસિત કોવિડ-19 રસીના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ અરજી કરી છે. ફાઇઝરે તેની કોવિડ-19 રસીને બ્રિટન અને બહરીનમાં આ રીતે જ ઈમર્જન્સી એપ્રૂવલ મળી હોવાથી ભારતમાં પણ ઈમર્જન્સી એપ્રૂવલ આપવા વિનંતી કરી છે. આ મંજૂરી મળશે તો જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ ભારતમાં કોરોનાની રસી આવી જશે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રગ રેગ્યુલેટરને ફાઇલ કરેલી અરજીમાં કંપનીએ ભારતમાં અમેરિકાથી રસીની આયાત અને વિતરણ માટે મંજૂરીની વિનંતી કરી છે. આ સિવાય ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ્સ રૂલ્સ, 2019 ની વિશેષ જોગવાઈઓ હેઠળ ભારતમાં લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સની છૂટ આપવાની પણ વિનંતી કરી છે.

કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

રાજ્યમાં લાંચ લેતા કયા 10 પોલીસકર્મીઓની ક્યાં કરાઈ બદલી, જુઓ લિસ્ટ