ઈંગ્લેન્ડે બીજી વનડેમાં ભારતને 86 રને હરાવ્યું, જો રૂટના 113 રન
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 322 રન બનાવ્યા હતા. જો રૂટે શાનદાર સદી ફટકારતા 113 રન બનાવ્યા હતા.જ્યારે ડેવિડ વિલી અને મોર્ગને અડધી સદી નોંધાવી હતી. ભારત તરફથી કુલદિપ યાદવે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝનો બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 86 રનથી હરાવી સીરીઝ 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 323 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયા 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
ભારતે હાલમાં ઈંગ્લેન્ડને ત્રણ ટી-20 મેચની સીરીઝમાં 2-1થી હરાવ્યું હતું. આગામી વર્લ્ડ કપ પણ ઈંગ્લેન્ડમાં થશે. એવામાં ભારત પાસે આ સીરીઝમાં જીત મેળવવાની ખાસ તક છે.
323 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 236 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે 32 ઓવરમાં 157 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી 45 અને રૈનાએ સર્વાધિક 46 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 15 રને આઉટ થયો હતો. જ્યારે શિખર ધવન 36 અને કેએલ રાહુલ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી લિયામ પ્લંકેટે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -