IND vs ENG, 1st Innings Highlights: ઈન્ડિયાથી 245 રન પાછળ, ઇંગ્લેન્ડનો સ્કોર 119/3

India vs England, 1st Innings Highlights: પાંચ મેચની ટેસ્ટ સિરીઝ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. બીજી મેચમાં લોર્ડ્સ ખાતે ભારતીય ટીમ બીજા દિવસે 364 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે.

gujarati.abplive.com Last Updated: 13 Aug 2021 11:19 PM
શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી

ઈંગ્લેન્ડની ટીમે 119 રનમાં 3 વિકેટ ગુમાવી છે. શમીએ ભારતને ત્રીજી સફળતા અપાવી છે. 

સિરાજે ભારતને 2 સફળતા અપાવી

મોહમ્મદ સિરાજે ભારતને 2 સફળતા અપાવી છે. સિબ્લે બાદ હમીદ પણ સીરાજનો શિકાર બન્યો છે. હાલ ઈંગ્લેન્ડની ટીમ 20.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 34 રન બનાવ્યા છે. બર્ન્સ અને રુટ રમતમાં છે. 

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. જેના બીજા દિવસે ઈન્ડિયન ટીમ 364 રને ઓલઆઉટ થઈ ગઈ છે. 


પંત બાદ શમી આઉટ

ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પંત (37) બાદ ક્રિઝ પર આવેલા મોહમ્મદ શમીને પણ મોઇન અલીએ શૂન્ય રનના અંગત સ્કૉર પર આઉટ કરીને ભારતીય ટીમને મુશ્કેલીમાં મુકી દીધી છે. 112 ઓવરના અંતે ભારતીય ટીમ 7 વિકેટ ગુમાવીને 337 રન બનાવી શકી છે. રવિન્દ્ર જાડેજા 22 રન અને ઇશાન્ત શર્મા 0 રને બનાવી રમતમાં છે.

ઋષભ પંત આઉટ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઇંગ્લિશ ફાસ્ટ બૉલર માર્ક વૂડે વિકેટકીપર બટલરના હાથમાં ઝીલાવી દીધો છે. પંત 58 બૉલમાં 5 ચોગ્ગાની મદદથી 37 રન બનાવીને આઉટ થયો હતો. 

પંત-જાડેજા રમતમાં, 300 રન પુરા

ભારતીય ટીમનો સ્કૉર 300 રનને પાર થઇ ગયો છે, ટીમ ઇન્ડિયાએ 100 ઓવરોથી વધુ રમી છે. હાલ 102 ઓવરના અંતે ભારતનો સ્કૉર 5 વિકેટના નુકસાને 302 રન પર પહોંચ્યો છે. રવિન્દ્રા જાડેજા 5 રન અને ઋષભ પંત 19 રન બનાવીને ક્રિઝ પર છે. 

ભારતને સળંગ બે ઝટકા, રાહુલ-રહાણે આઉટ

બીજા દિવસની શરૂઆતમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી ગઇ, રમતની શરૂઆતમાં બે ઓવરમાં બે વિકેટો પડી, કેએલ રાહુલને 129 રને રૉબિન્સને પેવેલિયન મોકલ્યો, જ્યારે અજિંક્યે રહાણે માત્ર 1 રન બનાવીને જેમ્સ એન્ડરસનની બૉલિંગમાં આઉટ થયો હતો. ભારતનો સ્કૉર 92 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 283 રન પર પહોંચ્યો છે. ઋષભ પંત 4 રન અને રવિન્દ્રા જાડેજા 1 રન બનાવીને ક્રિઝ પર છે

પ્રથમ દિવસે ભારતની બેટિંગ

પ્રથમ દિવસે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 90 ઓવર રમી હતી, આ દરમિયાન 3 વિકેટ ગુમાવીને 276 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલ 127 રન, રોહિત શર્મા 83 રન અને વિરાટ કોહલીએ 42 રન બનાવીને મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને સૌથી વધુ બે વિકેટ અને ઓલી રૉબિન્સને એક વિકેટ ઝડપી હતી.

કેએલ રાહુલની શાનદાર સદી

પ્રથમ દિવસે ભારતીય ઓપનર કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી, પ્રથમ દિવસે જ રાહુલે 248 બૉલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા અને 1 છગ્સા સાથે પોતાની ટેસ્ટ સદી પુરી કરી હતી. દિવસના અંત સુધીમાં રાહુલ 127 રન બનાવી અણનમ પાછો ફર્યો હતો. 

ભારતીય ઓપનરોની શાનદાર બેટિંગ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના બન્ને ઓપનરોએ જબરદસ્ત બેટિંગ કરી હતી, રોહિત શર્માએ 83 રન અને કેએલ રાહુલે 127 રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, જેના કારણે પ્રથમ દિવસે ભારતીય ટીમ 90 ઓવરના અંતે પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવીને 276 રન બનાવી શકી હતી.

ભારતની પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન

રૉરી બર્ન્સ, ડોમિનિક સિબલી, હસીબ હમીદ, જૉ રૂટ (કેપ્ટન), જૉની બેયરર્સ્ટો, જૉસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ઓલી રૉબિન્સન, માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન.

બન્ને ટીમોમાં ફેરફાર

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામા આવ્યો છે, ઇજાગ્રસ્ત શાર્દુલ ઠાકુરની જગ્યાએ ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્માને મોકો મળ્યો છે. વળી ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે, ઇંગ્લેન્ડના કેપ્ટન જૉ રૂટે ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ છે. 

ગઇકાલે પડ્યો હતો લૉર્ડ્સમાં વરસાદ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટનો ગઇકાલે પ્રથમ દિવસે વરસાદ પડતા મેચ અડધો કલાક મોડી શરૂ કરવી પડી હતી. ગઇકાલે એક-બે વાર વરસાદના કારણે મેચ અટકાવવી પડી હતી

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 2nd Test Live: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ લૉર્ડ્સમાં રમાઇ રહી છે. ઇંગ્લેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. ભારતીય ટીમે પ્રથમ દિવસે દમદાર બેટિંગ કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.