IND vs ENG, 2 Test Highlights: ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થઈ છે. મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી.

gujarati.abplive.com Last Updated: 16 Aug 2021 11:13 PM
સિરાજે 4 વિકેટ ઝડપી

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ છે.  ઈન્ડિયન ટીમે 151 રનથી જીત મેળવી છે. મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમની ઐતિહાસિક જીત


ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ છે.  ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં 298/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 51.5 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર

ઈંગ્લેન્ડની નવમી વિકેટ પડી ગઈ છે. સિરાજે જોસ બટલરને આઉટ કર્યો છે. ભારત જીતથી માત્ર એક વિકેટ દૂર છે. 

ઈંગ્લેન્ડની ટીમને સાતમો ઝટકો લાગ્યો

ઈંગ્લેન્ડની ટીમને સાતમો ઝટકો લાગ્યો છે. સેમ કરન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. મોહમ્મદ સિરાજે ટીમ ઈન્ડિયાને બે બોલમાં બે સફળતા અપાવી છે. પહેલા મોઈન અલી અને પછી સેમ કરનને આઉટ કર્યો છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ 42 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 99 રન બનાવ્યા છે. 

રુટ 33 રન બનાવી આઉટ

ભારતને સૌથી મોટી સફળતા મળી છે. જો રુટ 33 રન બનાવી આઉટ થયો છે. ઈંગ્લેન્ડની ટીમે 30.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી  76 રન બનાવી લીધા છે.  બુમરાહે જો રુટને આઉટ કર્યો છે. 

ઈંગ્લેન્ડે 2 વિકેટ ગુમાવી

માત્ર 6 રનમાં ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવી છે. હાલ હમીદ અને રુટ રમતમાં છે. ઈંગ્લેન્ડના બંને ઓપનિંગ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા છે. શમી અને બુમરાહ ટીમ ઈન્ડિયાને 1-1 સફળતા અપાવી છે. 

ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં 298/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી

ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં 298/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે લગભગ 62 ઓવરમાં 272 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

શમીએ છગ્ગો ફટકારી પુરી કરી ફિફ્ટી

ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ શાનદાર છગ્ગો ફટકારીને પોતાની મહત્વપૂર્ણ ફિફ્ટી પુરી કરી. શમીએ 67 બૉલ રમીને 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 52 રન બનાવ્યા, જ્યારે સામે છેડે જસપ્રીત બુમરાહે 58 બૉલ રમીને 2 ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા છે. 108 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 8 વિકેટના નુકસાને 286 રન થયો છે. 

શમી-બુમરાહની શાનદાર બેટિંગ

ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા ઇંગ્લિશ ટીમ પર 250 રનથી વધુની લીડ મેળવી લીધી છે. ટીમના પુછડીયા બેટ્સમેનો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ ઇંગ્લિશ બૉલરોને પરસેવો પડાવ્યો, શમીએ શાનદાર ફિફ્ટી (52 રન) અને બુમરાહે 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી છે. ટીમનો સ્કૉર 8 વિકેટે 286 રન પર પહોંચ્યો છે. 

ઋષભ પંત આઉટ

પાંચમા દિવસની રમતમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 46 બૉલમાં 22 રન બનાવીને આઉટ. રૉબિન્સને પંતને વિકેટકીપર જૉસ બટલરના હાથમાં ઝીલાવી દીધો. આ સાથે ભારતે સાતમી વિકેટ ગુમાવી. ભારતનો સ્કૉર 7 વિકેટે 198 રન પર પહોંચ્યો છે. 

ચોથા દિવસના અંતે ભારતને લીડ

ભારતીય ટીમ ચોથા દિવસની રમતના અંત સુધી મજબૂત લીડ મેળવી લીધી હતી. ભારતીય ટીમે ચોથા દિવસે 6 વિકેટના નુકસાને 181 રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારતે ઇંગ્લેન્ડની ટીમ પર 154 રનની લીડ પણ મેળવી લીધી હતી. પંત અને ઇશાન્ત શર્મા ક્રિઝ પર હતા પરંતુ ખરાબ રોશનીના કારણે એમ્પાયરોએ મેચને અટકાવી દેવાનો ફેંસલો કર્યો હતો. પંત 4 રન અને ઇશાન્ત શર્મા 4 રન બનાવીને રમતમાં.

રહાણેએની અડધી સદી 

બીજી ઇનિંગમાં રહાણેએ જબરદસ્ત બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. બાદમાં 61 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. રહાણેની અડધી સદીથી ટીમને મજબૂતાઇ મળી હતી. રહાણે સાથે પુજારાએ શાનદાર સાથ આપ્યો હતો. પુજારાએ શાનદાર બેટિંગ કરી પરંતુ ફિફ્ટી ચૂકી ગયો હતો, તે 45 રનના અંગત સ્કૉર પર આઉટ થઇ ગયો હતો. 

ભારતીય ટીમ 

રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડ ટીમ

જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

બ્રેકગ્રાઉન્ડ


ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત થઈ છે.  ઈન્ડિયન ટીમે બીજી ઈનિંગમાં 298/8ના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 51.5 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.