IND vs ENG 3rd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની અંતિમ અને ફાઇનલ વનડે મેચ રમાઇ રહી છે. ત્રણ મેચોની સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ 1-1ની બરાબરી પર છે. ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની ટીમે ટૉસે જીતીને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. 


ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 39 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 276 રન બનાવી દીધા છે. કૃણાલ પંડ્યા 1 રન અને શાર્દૂલ ઠાકુર 0 રન બનાવીને ક્રિઝ પર છે. 


ઇંગ્લિશ બૉલર આદિલ રશિદે તરખાટ મચાવતા ભારતના બન્ને ઓપનરોને પેવેલિયન મોકલી દીધા છે. પહેલા રોહિત શર્માને 37 રનના સ્કૉર પર ક્લિન બૉલ્ડ કર્યો અને બાદમાં શિખર ધવનને 67 રનના અંગત સ્કૉર પર કૉટ એન્ડ બૉલ આઉટ કરાવ્યો હતો. ઇંગ્લિશ સ્પીનરોએ તરખાટ મચાવતા ભારતીય ટીમને ધબડકો થયો હતો. રોહિતે, ધવન બાદ કેપ્ટન કોહલી પણ આઉટ. મોઇન અલીએ વિરાટ કોહલીને ક્લિન બૉલ્ડ કર્યો. વિરાટ માત્ર 7 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. લિયામ લિવિસ્ટનની વનડેમાં પ્રથમ વિકેટ, લિવિંગસ્ટને કેએલ રાહુલને 7 રન બનાવીને કેચઆઉટ કરાવી દીધો. આ સાથે ભારતને ચોથી વિકેટ પડી છે.


પંત અને હાર્દિકની વિકેટ
ભારતને પાંચમી વિકેટ ઋષભ પંતના રૂપમાં અને છઠ્ઠી વિકેટ હાર્દિક પડ્યાના રૂપમાં પડી હતી. ઋષભ પંતને 78 રનના સ્કૉર પર સ્ટમ્પની પાછળ ઝીલાવી દીધો હતો. આ પછી છઠ્ઠી વિકેટ તરીકે બેન સ્ટૉક્સે હાર્દિક પંડ્યાને 64 રનના સ્કૉર પર ક્લિન બૉલ્ડ કર્યો હતો. બન્ને ખેલાડીઓએ તાબડતોડ ફિફ્ટી ફટકારીને ટીમ ઇન્ડિયાના ધબડકાને અટકાવ્યો હતો.


હાર્દિક પંડ્યાની શાનદાર ફિફ્ટી
છઠ્ઠા નંબર પર બેટિંગ પર આવેલા હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ સામે જબરદસ્ત ફિફ્ટી ફટકારી છે. હાર્દિક પંડ્યાએ 38 બૉલમાં 57 રન કરીને અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન હાર્દિકે પંડ્યાએ 4 ચોગ્ગા અને 4 છગ્ગાની આક્રમક ઇનિંગ રમી હતી. 


પંતની તાબડતોડ ફિફ્ટી
ઋષભ પંતે આક્રમક બેટિંગનુ પ્રદર્શન કરતા તાબડતોડ ફિફ્ટી ફટકારી હતી, પંતે 62 બૉલમાં 78 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન 4 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. 


જૉસ બટલરે સંભાળી ટીમની કમાન...
ત્રીજી વનડેમાં પણ ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ જૉસ બટલર જ કરી રહ્યો છે. આ મેચમાં રેગ્યૂલરે કેપ્ટન ઇયૉન મોર્ગન નથી રમી રહ્યો. મોર્ગન પ્રથમ વનડેમાં ઇજાગ્રસ્ત થયો હતો, અંગુઠા અને આંગળીની ઇજાના કારણે બીજી વનડે ન હતો રમી શક્યો. બીજી વનડેમાં જૉસ બટલરે ઇંગ્લિશ ટીમની કેપ્ટનશીપ કરી હતી, અને ટીમને શાનદાર જીત અપાવી હતી.


ટીમ ઇન્ડિયામાં થયો એક ફેરફાર....
અંતિમ અને ફાઇનલ વનડેમાં વિરાટ કોહલીએ પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ફક્ત એક ફરફાર કર્યો છે. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ આજે ટીમમાં ટી નટરાજનને મોકો મળ્યો છે. વળી, ઇંગ્લેન્ડે પણ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. ટૉમ કરનની જગ્યાએ આજે ટીમમાં ફાસ્ટ બૉલર માર્ક વુડની વાપસી થઇ છે. 


ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન-
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ ક્રિષ્ણા, ટી નટરાજન. 


ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- 
જેસન રૉય, જૉની બેયરર્સ્ટો, બેન સ્ટૉક્સ, ડેવિડ મલાને, જૉસે બટલર (કેપ્ટન અને વિકેટેકીપર), લિયામે લિવિંગસ્ટૉન, મોઇન અલી, સેમ કરન, આદિલ રશિદ, રીસે ટૉપ્લે, માર્ક વુડ.