IND vs ENG 3rd Test Day 2 Stumps: બીજા દિવસની રમતનો અંત, ઇંગ્લેન્ડે ભારત પર 345 રનની લીડ મેળવી
IND Vs ENG 3rd Test Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી
બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરતા રુટે સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડની ટીમને સાતમો ઝટકો આપ્યો છે. રુટ બાદ મોઈન અલી પણ આઉટ થયો છે. ઈંગ્લેન્ડની ટીમ હાલ 7 વિકેટ ગુમાવી 418 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રુટે શાનદાર ઈનિંગ રમતા સદી ફટકારી છે. રુટ 106 રન બનાવી રમતમાં છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 300 રનને પાર થયો છે. રુટ ફરી એક વખત ઈંગલેન્ડ તરફથી દિવાલ બનીને ઉભો છે. રુટ 80થી વધારે રન બનાવી રમતમાં છે.
ઈંગ્લેન્ડની ટીમ એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. ભારતને વિકેટની જરુર છે. રુટે અડધી ફટકારતા 53 રન બનાવ્યા છે. મલાન 40 રન બનાવી રમતમાં છે. ઈંગ્લેન્ડની ટીમ બારત પર 160 રનની લીડ મેળવી લીધી છે.
લંચ બ્રેક સુધી ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમ પર 104 રનોની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ ટીમ 68 ઓવર રમીને 2 વિકેટ ગુમાવીને 182 રન બનાવી શક્યુ છે. લંચ બ્રેક સુધીના પહેલા સેશન સુધી ભારત તરફથી મોહમ્મદ શમી અને રવિન્દ્રા જાડેજા 1-1 વિકેટો લેવામાં સફળ રહ્યાં છે.
ઇંગ્લેન્ડ ટીમને બીજો ઝટકો લાગ્યો છે, સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ઓપનર હાસિબ હામિદને 68 રનના (195) અંગત સ્કૉર પર બૉલ્ડ કરી દીધો છે. ઇંગ્લેન્ડ ટીમ 63.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી છે. ડેવિડ મલાન 18 રન અને કેપ્ટન જૉ રૂટ શૂન્ય રને ક્રિઝ પર છે
ભારતીય બૉલરો સામે ઇંગ્લિશ ટીમના બન્ને ઓપનરોએ શાનદાર બેટિંગ કરી છે, રૉરી બર્ન્સ 61 રન બનાવીને આઉટ થઇ ગયો છે, જ્યારે સાથી ઓપનર હાસીબ હામિદ 68 રન બનાવીને ક્રિઝ પર, હામિદની સાથે બીજા છેડે ડેવિડ મલાન બેટિંગ કરી રહ્યો છે. મલાન 8 રન બનાવીને ક્રિઝ પર છે. ઇંગ્લેન્ડ ટીમ 57.1 ઓવરમાં 1 વિકેટે 145 રન પર પહોંચી છે.
ભારતને પ્રથમ સફળતા રૉરી બર્ન્સના રૂપે મળી છે. ફાસ્ટ બૉલ મોહમ્મદ શમીએ બર્ન્સને 61 રને (153) ક્લિન બૉલ્ડ કર્યો છે. ઇંગ્લેન્ડની ટીમ 49.6 ઓવર રમીને 1 વિકેટ ગુમાવીને 135 રન બનાવી શકી છે.
હવામાન વિભાગની જાણકારી અનુસાર, લીડ્સનુ આકાશ આજે ચોખ્ખુ રહેશે. દિવસમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. લીડ્સમાં આજે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે. જોકે, ન્યૂનત્તમ 13 ડિગ્રી સેલ્સિયસ જઇ શકે છે. લીડ્સમાં આજે દિવસભર સામાન્ય વાદળો રહેશે, લીડ્સની હવા એકદમ ચોખ્ખી રહેશે અને 14 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડની રહેવાની સંભાવના છે.
રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
રૉરી બર્ન્સ, હાસીબ હમીદ, ડેવિડ મલાન, જૉ રૂટ (કેપ્ટન), જૉની બેયર્સ્ટો, જૉસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ક્રેગ ઓવર્ટન, ઓલી રૉબિન્સન, જેમ્સ એન્ડરસન
ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડેના બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત અપાવી છે. ભારત વિરુદ્ધ ઘરઆંગણે રમતા 10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે 100થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ અગાઉ વર્ષ 2011માં ઇગ્લેન્ડના ઓપનર્સ એલિસ્ટર કૂક અને એન્ડ્ર્યૂ સ્ટ્રોસે 186 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
ટીમ ઇન્ડિયાને 78 રન પર ઓલઆઉટ કરીને ઇગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. ઇગ્લેન્ડ તરફથી ઓપનર રોરી બર્ન્સ અને હસીબ હમીન ક્રિઝ પર છે. હમીદ 32 રન અને બર્ન્સ 30 રને રમતમાં છે.
ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી ફક્ત બે જ બેટ્સમેનો બે આંક સુધી પહોંચી શક્યા હતા. રોહિત શર્મા 19 અને રહાણે 18 રન બનાવી શક્યા હતા.
ટીમ ઇન્ડિયાનો પ્રથમ ઇનિંગમાં ખરાબ દેખાવ રહ્યો. ટીમ ઇન્ડિયાએ 73 રનમાં જ નવ વિકેટ ગુમાવી દીધી હતી. પંત પણ બે રન બનાવી આઉટ થયો હતો. તે સિવાય રોહિત શર્મા પણ 109 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. રોહિત બાદ મોહમ્મદ શમી પણ આઉટ થયો હતો. ભારતની આઠમી વિકેટ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પડી હતી. સેમ કરનની ઓવરમાં તે એલબીડબલ્યૂ આઉટ થયો હતો.
બ્રેકગ્રાઉન્ડ
IND Vs ENG 3rd Test Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ ટીમ ભારતીય ટીમ પર લીડ બનાવી લીધી છે. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ શરમજનક રીતે માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -