IND vs ENG 3rd Test Day 3 Stumps: ખરાબ રોશનીના કારણે સમય પહેલા બંધ થઈ ત્રીજા દિવસની રમત, ભારતનો સ્કોર 215/2

IND Vs ENG 3rd Test Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. ખરાબ રોશનીના કારણે સમય પહેલા બંધ થઈ ત્રીજા દિવસની રમત, ભારતનો સ્કોર 215/2

gujarati.abplive.com Last Updated: 27 Aug 2021 10:53 PM
ભારતનો સ્કોર 215/2

ખરાબ રોશનીના કારણે સમય પહેલા બંધ થઈ ત્રીજા દિવસની રમત, ભારતનો સ્કોર 215/2. ચેતેશ્વર પુજારા સદીની નજીર પહોંચી ગયો છે. પુજારા 91 રને રમતમાં છે, જ્યારે કોહલી 45 રને રમતમાં છે. ત્રીજા દિવસની રમત ખરાબ રોશનીના કારણે વહેલી બંધ થઈ.

પુજારાની અડધી સદી

રોહિતના આઉટ થયા બાદ મુશ્કેલીમાં ટીમ ઈન્ડિયા, પુજારાની અડધી સદી ફટકારી છે. પુજારા 50 રન બનાવી રમતમાં છે. રોહિત શર્મા 59 રન બનાવી આઉટ થયો હતો.

પુજારા અને રોહિત શર્મા રમતમાં

ચેતેશ્વર પુજારા અને રોહિત શર્મા રમતમાં છે. 30 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા છે. રોહિત શર્મા 39 અને પુજારા 22 રને રમતમાં છે. 

કેએલ રાહુલ આઉટ

ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ 8 રન બનાવીને આઉટ થયો છે. ક્રેગ ઓવરટૉને રાહુલને બેયરર્સ્ટૉના હાથમાં ઝીલાવી દીધો હતો. લંચ બ્રેકની જાહેરાત થઇ છે, 19 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 1 વિકેટે 34 રન છે, હાલમાં રોહિત શર્મા 25 રન બનાવીને ક્રિઝ પર છે.

રોહિત-રાહુલ ક્રિઝ પર

ભારતીય ટીમની બીજી ઇનિંગ શરૂ થઇ ગઇ છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલી 354 રનની વિશાળ લીડ બાદ ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. ભારતીય ટીમ માટે આટલી મોટી વિશાળ લીડને પહોંચી વળવી મોટો પડકાર છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, વળી ઇંગ્લેન્ડ ટીમે પ્રથમ ઇનિંગમાં જ 432 રન બનાવીને પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. 

432 રનમાં ઇંગ્લેન્ડ ઓલઆઉટ

ત્રીજા દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડે પોતાની બન્ને વિકેટો ગુમાવી દીધી અને 432 રન બનાવીને પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થઇ ગયુ છે. આ સાથે જ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત બની ગઇ છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ભારત પર 354 રનની વિશાલ લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન જૉ રૂટે 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી વધુ 4 વિકેટો લેવામાં સફળ થયો હતો. 

ઇંગ્લેન્ડની 9મી વિકેટ પડી

ક્રેગ ઓવરટૉનના રૂપમાં ઇંગ્લેન્ડને નવમો ઝટકો લાગ્યો છે. ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતીય બૉલર શમીએ ક્રેગ ઓવરટૉનને (32) એલબીડબલ્યૂ આઉટ કરાવી દીધો હતો. હાલ 132 ઓવરના અંતે ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટ ગુમાવીને 431 રન બનાવી લીધા છે. ઓલિ રૉન્બિસન અને જેમ્સ એન્ડરસન બન્ને શૂન્ય રને ક્રિઝ પર છે.

ઇંગ્લેન્ડની 350થી વધુની લીડ

ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટમાં મુશ્કેલીમાં છે, જ્યારે ઇંગ્લેન્ડ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી દીધી છે. ઇંગ્લેન્ડે ત્રીજા દિવસની શરૂઆતમાં જ 350 રનથી વધુની લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડે 131 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 431 રન બનાવી લીધા છે. ઓલિ રૉબિન્સન 0 રન અને ક્રેગ ઓવરટૉન 32 રન બનાવીને ક્રિઝ પર છે.

ઇંગ્લેન્ડે મેળવી 345 રનની લીડ 

બીજા દિવસની રમત સમાપ્ત, ઇંગ્લેન્ડે 345 રનની લીડ મેળવી છે. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરતા રુટે સદી ફટકારી હતી. બીજા દિવસના અંતે ઇંગ્લિશ ટીમ 129 ઓવર રમી 8 વિકેટ ગુમાવીને 423 રન કરવામાં સફળ રહી હતી. આ સાથે જ ઇંગ્લિશ ટીમે ભારતીય ટીમ પર જીતનો પાયો નાંખી દીધો છે. 

કેપ્ટન જૉ રૂટની શાનદાર સદી 

ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટે શાનદાર શતકીય ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી છે. રૂટે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 165 બૉલમાં તાબડતોડ 121 રન ફટકાર્યા હતા. જેમાં 14 ચોગ્ગા સામેલ હતા. રૂટની આ સીરીઝમાં ભારત સામે સતત ત્રીજી સદી છે. 


 

ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ ટીમ

રૉરી બર્ન્સ, હાસીબ હમીદ, ડેવિડ મલાન, જૉ રૂટ (કેપ્ટન), જૉની બેયર્સ્ટો, જૉસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ક્રેગ ઓવર્ટન, ઓલી રૉબિન્સન, જેમ્સ એન્ડરસન

પ્રથમ ઇનિંગમાં ભારત 78માં ઓલઆઉટ

ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં  ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી ફક્ત બે જ બેટ્સમેનો બે આંક સુધી પહોંચી શક્યા હતા. રોહિત શર્મા 19 અને રહાણે 18 રન બનાવી શક્યા હતા.

બ્રેકગ્રાઉન્ડ

IND Vs ENG 3rd Test Score: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. ખરાબ રોશનીના કારણે સમય પહેલા બંધ થઈ ત્રીજા દિવસની રમત, ભારતનો સ્કોર 215/2

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.