IND vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે 6 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. અક્ષર ભારત માટે ડે-નાઈટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ લેનારો પહેલો સ્પિનર બની ગયો છે. તેની સાથે જ પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટમાં એક ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો બીજો સ્પિનર બની ગયો છે.

મોટેરામા રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટમાં અક્ષર પટેલે 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝના દેવેન્દ્ર બિશુએ પાકિસ્તાન વિરુદ્ધ 2019-17માં દુબઈમાં રમાયેલી ડે નાઈટ ટેસ્ટમાં 49 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. દેવેન્દ્રએ ડેન-નાઈટમાં સૌથી વધુ વિકેટ લેનાર દુનિયાનો પહેલે સ્પિન બોલર છે. તેના સિવાય પાકિસ્તાનના યાસિર શાહે શ્રીલંકા વિરુદ્ધ 2017-18માં 184 રન આપીને છ વિકેટ લીધી હતી અને તે ડે-નાઈટ ટેસ્ટમાં સર્વાધિક વિકેટ લેવા મામલે અક્ષર બાદ ત્રીજા નંબરે છે.



ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો હતો. 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી.