IND Vs ENG 3rd Test Score: ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડના વિના વિકેટે 120 રન, 42 રનની મેળવી લીડ

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડે વચ્ચે આજે ત્રીજી ટેસ્ટ, પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે.

gujarati.abplive.com Last Updated: 25 Aug 2021 11:14 PM
ઇગ્લેન્ડે મેળવી 42 રનની લીડ

ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 42 રનની લીડ મેળવી લીધી છે. ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં પ્રથમ દિવસની રમતના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 120 રન બનાવી લીધા છે. રોરી બર્ન્સ 52 અને હામિદ 60 રન પર રમતમાં હતા. આ અગાઉ ટીમ ઇન્ડિયા 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે ઘરઆંગણે ભારત વિરુદ્ધ સદીની ભાગીદારી કરી

ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડેના બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત અપાવી છે. ભારત વિરુદ્ધ ઘરઆંગણે રમતા 10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે 100થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ અગાઉ વર્ષ 2011માં ઇગ્લેન્ડના ઓપનર્સ એલિસ્ટર કૂક અને એન્ડ્ર્યૂ સ્ટ્રોસે 186 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

ઇગ્લેન્ડની સારી શરૂઆત

ટીમ ઇન્ડિયાને 78 રન પર ઓલઆઉટ કરીને ઇગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. ઇગ્લેન્ડ તરફથી ઓપનર રોરી બર્ન્સ અને હસીબ હમીન ક્રિઝ પર છે. હમીદ 32 રન અને બર્ન્સ 30 રને રમતમાં છે.

78 રનમાં ઓલઆઉટ

ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં  ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી ફક્ત બે જ બેટ્સમેનો બે આંક સુધી પહોંચી શક્યા હતા. રોહિત શર્મા 19 અને રહાણે 18 રન બનાવી શક્યા હતા.

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન

ટીમ ઇન્ડિયાનો પ્રથમ ઇનિંગમાં ખરાબ દેખાવ રહ્યો. ટીમ ઇન્ડિયાએ 73 રનમાં જ નવ વિકેટ ગુમાવી દીધી હતી. પંત પણ બે રન બનાવી આઉટ થયો હતો. તે સિવાય રોહિત શર્મા પણ 109 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. રોહિત બાદ મોહમ્મદ શમી પણ આઉટ થયો હતો. ભારતની આઠમી વિકેટ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પડી હતી. સેમ કરનની ઓવરમાં તે એલબીડબલ્યૂ આઉટ થયો હતો.

લંચ સુધી ભારતના 50 રન

લંચ બ્રેક સુધી ભારતીય ટીમ સંઘર્ષ કરતી દેખાઇ, ટૉસ જીતીને પ્રથમ બેટિંગ ઉતરેલી ટીમ ઇન્ડિયાની નબળી શરૂઆત થઇ છે. ભારતીય ટીમે પહેલા સેશનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી. લંચ સુધી ભારતીય ટીમ 4 વિકેટ ગુમાવીને 56 રન બનાવી શકી. આ દરમિયાન ભારતે કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્યે રહાણેની વિકેટો ગુમાવી દીધી હતી. હાલ ક્રિઝ પર રોહિત શર્મા 75 બૉલ રમીને 15 રન બનાવી શક્યો છે. 

અજિંક્યે રહાણે આઉટ

26મી ઓવરના પાંચમા બૉલ પર ભારતની ચોથી વિકેટ પડી છે. અજિંક્યે રહાણે 18 રન બનાવીને આઉટ થઇ ગયો છે. તેને ઓલી રૉબિન્સનએ આઉટ કર્યો છે. રહાણેની વિકેટ બાદ તરતજ લન્ચની જાહેરાત થઇ હતી. 

ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ ટીમ

રૉરી બર્ન્સ, હાસીબ હમીદ, ડેવિડ મલાન, જૉ રૂટ (કેપ્ટન), જૉની બેયર્સ્ટો, જૉસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, સેમ કરન, ક્રેગ ઓવર્ટન, ઓલી રૉબિન્સન, જેમ્સ એન્ડરસન

રહાણે પણ આઉટ

ટીમ ઇન્ડિયાએ ચોથી વિકેટ પણ ગુમાવી હતી. વાઇસ કેપ્ટન રહાણે પણ 18 રન બનાવીને આઉટ થયો હતો. ઓલી રોબિન્સને રહાણેને પોતાનો શિકાર બનાવ્યો હતો. લંચ સમયે ભારતનો સ્કોર 56 રનમાં ચાર વિકેટ પર હતો. રોહિત શર્મા 15 રન પર રમી રહ્યો છે. ઇગ્લેન્ડ તરફથી એન્ડરસને ત્રણ અને રોબિન્સને એક વિકેટ ઝડપી હતી.

ભારતને મોટો ઝટકો, વિરાટ કોહલી પણ આઉટ

ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. લોકેશ રાહુલ, પૂજારા અને વિરાટ કોહલી એન્ડરસનનો શિકાર બન્યા હતા. કોહલી સાત રન બનાવી આઉટ થયો હતો. 

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.

ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ફટકો

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો  ફાસ્ટ બોલર માર્ક વુડ ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. માર્ક વડ એના જમણા ખભામાં ઈજા થતા તે આગામી મેચ રમી શકે એમ નથી. ટીમ ઈંગ્લેન્ડ સીરીઝની શરૂઆતથી જ કેટલીક પરેશાનીઓનો સામનો કરી રહી છે. એવામાં ફાસ્ટ બોલર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જતા ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે બોલિંગ સાઈડ તરફથી મુશ્કેલીઓ વધી ગઈ છે. જે ભારત માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે.

જાડેજા કે અશ્વિન?

લીડ્સની પરિસ્થિતિ અનુસાર ટીમ ઇન્ડિયા આ મેચમાં પણ તે જ સ્પિનર ​​સાથે જઈ શકે છે. રવિન્દ્ર જાડેજા કે અશ્વિન વચ્ચે કોણ રમશે તે તેના પર નિર્ભર રહેશે કે પરિસ્થિતિ કોના માટે સારી છે. જોકે બંને ટેસ્ટમાં જાડેજાએ પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચમાં બોલિંગ ઓલરાઉન્ડરને લઈને કોઈ ફેરફાર કરશે તેવી આશા ઓછી છે.

રિષભ પંતે વિકેટ પાછળ કરી છે કમાલ

રિષભ પંતની આક્રમક બેટિંગથી તાજેતરના ભૂતકાળમાં ટીમને ઘણો ફાયદો થયો છે. જો કે આ સિરીઝમાં જે બાબતે તેને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે તે તેની વિકેટકીપિંગ છે. જોકે, બેટિંગમાં ભારત નીચલા ક્રમમાં તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખશે.

સૂર્યકુમાર કરી શકે છે ડેબ્યૂ

વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટ મેચમાં પણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા ઈચ્છશે. આ માટે ટીમ તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. આ મેચમાં નબળા ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા પૂજારાના સ્થાને સૂર્યકુમારને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપી શકાય છે.


 

ઓપનિંગ જોડીનુ શાનદાર પરફોર્મન્સ

ભારતના બંને ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે આ શ્રેણીમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બંનેએ પ્રથમ વિકેટ માટે 126 રનની શાનદાર ભાગીદારી કરી હતી. જ્યારે કેએલ રાહુલે 129 રનની શાનદાર સદી રમી હતી, રોહિતે પણ 83 રનનું યોગદાન આપ્યું હતું. હવે આ ત્રીજી ટેસ્ટમાં પણ ફરી એકવાર ટીમને સારી શરૂઆત આપવાની જવાબદારી તેના પર રહેશે.

સૂર્યકુમાર યાદવ પર નજર

ટીમ ઇન્ડિયા પોતાના દિગ્ગજ ખેલાડીઓ ચેતેશ્વર પુજારા અને અજિંક્યે રહાણેના ખરાબ ફોર્મના કારણે પણ ચિંતિત છે. બીજી ટેસ્ટમાં બીજી ઇનિંગમાં જોકે આ બન્ને મહત્વની ઇનિંગ રમવામાં સફળ રહ્યાં હતા. સૂર્યકુમાર યાદવ પણ હવે ક્વૉરન્ટાઇન પીરિયડ પુરો કરી ચૂક્યો છે, અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે. વિરાટ કોહલીની સામે એ પણ મુશ્કેલી છે કે તે આ બન્નેમાંથી કોયા ખેલાડીને બહાર બેસાડવો, કે પછી સૂર્યકુમારને કોઇને બહાર રાખીને ડેબ્યૂનો મોકો આપવો. 

અશ્વિનને બહાર રાખવો ખુબ મશ્કેલ

એટલુ જ નહીં અત્યાર સુધી ઇન્ડિયાએ પોતાના સ્ટાર સ્પીનર આર અશ્વિનને આ સીરીઝમા મોકો નથી આપ્યો. અશ્વિન જેવા ખેલાડીને બહાર રાખવો કોઇપણ કેપ્ટન માટે આસાન કામ નથી. ટીમ ઇન્ડિયા રવિન્દ્ર જાડેજાને બેટિંગના કારણે તેને પ્રાથમિકતા આપી રહી છે. બેટિંગમાં તો જાડેજા કમાલ કરી રહ્યો છે, પરંતુ બૉલિંગના ફ્રન્ટ પર તેને નિરાશ કર્યા છે. છતાં તેને ત્રીજી ટેસ્ટમાં પણ જાડેજાને જ પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

શાર્દૂલ ઠાકુર ફિટ

ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં શાર્દૂલ ઠાકુરને ઇજા થવાના કારણે ઇશાન્ત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપ્યો હતો. પરંતુ હવે શાર્દૂલ ઠાકુર એકદમ ફિટ થઇ ચૂક્યો છે, પરંતુ હવે કેપ્ટન કોહલીને સમજમાં નથી આવી રહ્યું કે શાર્દૂલ ઠાકુરને ટીમમાં જગ્યા આપવા માટે કયા બૉલરને બહાર બેસાડવો.

ફાસ્ટ બૉલરો કરી રહ્યાં છે જબરદસ્તપ્રદર્શન

વિરાટ કોહલીની સામે સૌથી મોટી સમસ્યા પોતાની બૉલિંગ લાઇનઅપને લઇને છે. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. લૉર્ડ્સ ટેસ્ટમાં 20 માંથી 19 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.  

કોહલી માટે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી મુશ્કેલ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પહેલાથી જ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. લૉર્ડ્સ ટેસ્ટમાં જીત મળ્યા બાદ પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સામે મોટો પડકાર આજની મેચમાં પ્લેઇંગ સિલેક્ટ કરવાનો છે. કેપ્ટન અને કૉચ બન્ને માટે પ્લેઇંગ ઇલેવનમાં કોણે સામેલ કરવા તે મોટી મુશ્કેલી સામે આવી છે. 

બ્રેકગ્રાઉન્ડ

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ. લૉર્ડ્સમાં ચારેય ફાસ્ટ બૉલરોએ ભારત માટે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ. લૉર્ડ્સ ટેસ્ટમાં 20 માંથી 19 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.