ટીમ ઈન્ડિયા વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ 16 સભ્યોની ટીમમાં જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને રોરી બર્ન્સની વાપસી થઈ છે. જ્યારે જોની વેરસ્ટો, સેમ કરન અને માર્ક વુડને આરામાં આપવામાં આવ્યો છે. તે સિવાય ઓલી પોપ ભારતના પ્રવાસે આવશે પરંતુ ફિટ થયા બાદ ટીમમાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે, આગામી મહીને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. જ્યાં બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરિઝ રમશે. સીરિઝની પ્રથમ મેચ પાંચ ફેબ્રુઆરીએ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમ રમાશે. ટેસ્ટ સીરિઝ બાદ બન્ને ટીમો પાંચ ટી-20 મેચોની સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ મેચ 12 માર્ચે રમાશે. તેના બાદ બન્ને ટીમો ત્રણ મેચોની વનડે સીરિઝ પણ રમશે, જે સીરિઝ 23 માર્ચથી શરુ થશે.



પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ :

જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઈન અલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સ્ટૂઅર્ડ બ્રાન્ડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રોલી, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, ડોમ સિબલી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ