IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર શુભમન ગીલ ઇજા ઇજાગ્રસ્ત થવાના કારણે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. પરંતુ હવે સ્પષ્ટ થઇ ગયુ છે કે ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં રોહિત શર્માની સાથે ઓપનર બેટ્સમેન તરીકે મયંક અગ્રવાલ જ મેદાનમાં ઉતશે. બીસીસીઆઇએ શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે કોઇ બીજા ખેલાડીને ઇંગ્લેન્ડ મોકલવા માટે ઇનકાર કરી દીધો છે. 


ટીમ મેનેજમેન્ટ તરફથી શુભમન ગીલના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને દેવદત્ત પડિકલને ઇંગ્લેન્ડ મોકલવાની અપીલ કરી હતી. પરંતુ સિલેક્ટર્સનુ કહેવુ છે કે ઇંગ્લેન્ડમાં ઓપનિંગના જે ઓપ્શન અવેલેબલ છે ટીમને તેની જ સાથે કામ ચલાવવુ જોઇએ. મયંક અગ્રવાલ ઉપરાંત અભિમન્યૂ ઇશ્વરન રિઝર્વ ખેલાડી તરીકે ઇંગ્લેન્ડમાં જ છે, અને તે ઓપનરની ભૂમિકા નિભાવી શકે છે.  


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, સિલેક્ટર્સની પાસે પૃથ્વી શૉને ઇંગ્લેન્ડ મોકલવાનુ કોઇ કારણ નથી. બીસીસીઆઇ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે, પહેલા ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પૃથ્વી શૉનુ નામ વિચારમાં ન હતુ આવ્યુ અને હવે કંઇજ નથી બદલાયુ. 


મયંક અગ્રવાલ કરશે ઓપનિંગ- 
બીસીસીઆઇનુ કહેવુ છે કે હજુ દેવદત્ત પડિકલને ટેસ્ટ ટીમમાં પસંદગી કરવાનો સમય નથી આવ્યો. બીસીસીઆઇ તરફથી કહેવામાં આવ્યુ છે કે દેવદત્ત પડિકલ સારો ખેલાડી છે, પરંતુ તેને હજુ એવુ કંઇજ નથી કર્યુ કે તેને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવે.  


ઉલ્લેખનીય છે કે આ લગભગ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે મયંક અગ્રવાલ જ રોહિત શર્માની સાથે ટેસ્ટ સીરીઝમાં ઓપનિંગની જવાબદારી સંભાળતો દેખાશે. કેએલ રાહુલને પણ ઓપનર તરીકે રમવાની સંભાવના હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટનુ કહેવુ છે કે રાહુલની પસંદગી મીડલ ઓર્ડર બેટ્સમેન તરીકે થઇ છે અને તે ટીમના પ્લાનનો ભાગ છે. 


આ પહેલા બીસીસીઆઇએ શુભમન ગીલને ઇંગ્લેન્ડથી પરત દેશમાં આવવા માટે કહ્યું. શુભમન ગીલની ઇજા વિશે વધુ જાણકારી સામે નથી આવી, પરંતુ એક્સપર્ટ્સનુ કહેવુ છે કે ઠીક થવામા ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.