ચોથી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન જાહેર, આ 2 ફેરફારોથી ભારતની મુશ્કેલીઓ વધી, જાણો વિગતે
ઇંગ્લેન્ડની ટીમે પ્લેઇંગ ઇલેવનમાં બે મોટા ફેરફારો કર્યા છે. ઇંગ્લેન્ડે ઓલી પોપ અને ક્રિસ વોક્સને ટીમમાંથી બહાર કરી દીધા છે. તેમની જગ્યાએ સેમ કરન અને મોઇન અલીને ઇંગ્લીશ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ઓલી પોપને ખરાબ પ્રદર્શનના કારણે બહાર કરાયો છે જ્યારે વોક્સને સાથળમાં ઇજા થવાથી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી થયો, તેને આરામ આપવામાં આવ્યો છે.
મોઇન અલી અને સેમ કરનની વાપસીથી ઇંગ્લેન્ડને મજબૂતી મળી છે જ્યારે ભારતની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. સેમ કરને પહેલી બે ટેસ્ટ મેચોમાં ટીમ ઇન્ડિયાના નાકમાં દમ કરી દીધો હતો. પોતાની સ્વિંગ બૉલિંગ અને સમજદારીભરી બેટિંગથી ટીમ ઇન્ડિયાને પરેશાન કરી દીધી હતી. તેને પહેલી બે ટેસ્ટમાં 6 વિકેટ લઇને 127 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ ચોથી ટેસ્ટ માટે આજે યજમાન ટીમ ઇંગ્લેન્ડે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. નવી ટીમમાં બે ફેરફારોથી ભારતની મુશ્કેલીઓ વધી છે.
મોઇન અલીને સીરીઝની પહેલી ત્રણ મેચોમાં મોકો નથી મળ્યો, પણ તેને કાઉન્ટી મેચોમાં ડબલ સેન્ચૂરી ફટકારીને ઘાત જમાવી દીધી, એટલું જ નહીં 8 વિકેટ પણ ઝડપી હતી. મોઇન અલી ઇંગ્લેન્ડનો ઘાતક બેટ્સમેન છે.
ચોથી ટેસ્ટ માટે ઇંગ્લિશ ટીમઃ- એલિસ્ટર કૂક, જેનિંગ્સ, જો રૂટ, જોની બેયર્સ્ટો, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, સેમ કરન, આદિલ રશીદ, ક્રિસ બ્રૉડ અને જેમ્સ એન્ડરસન.