1લી સપ્ટેમ્બરથી કાર-બાઇક વીમાનો લાગુ થશે નવો નિયમ, હવે આ રીતે મળશે વીમો, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટે 20 જૂલાઇએ આદેશ આપ્યો હતો કે નવી કાર માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર 3 વર્ષ અને ટુ-વ્હીલર્સ માટે 5 વર્ષ માટે હશે. આ આદેશ 1લી સપ્ટેમ્બરથી બધી પોલીસીઝ પર લાગુ થઇ જશે. કોર્ટે બધી ઇન્શ્યોરન્સ કંપનીઓને લૉન્ગ ટર્મ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર ઓફર કરવા માટે આદેશ કર્યો હતો, કેમકે ગાડીઓ માટે ઇન્શ્યોરન્સ અનિવાર્ય કરવા છતાં બહુજ ઓછા લોકો તેને રિન્યૂ કરાવી રહ્યાં હતા.
કેટલાક લોકો વાહનો જુના થવા અને તેની વેલ્યૂ ઝડપથી ઓછી થવાના કારણે તેને વાર્ષિક આધાર પર ન હોતા કરાવતા, અથવા તો એવી પોલીસી ખરીદતા હતા જે બધા પ્રકારના રિસ્કને કવર ના હોતી કરતી.
1500 સીસીથી વધુની ક્ષમતા વાળી પ્રાઇવેટ કાર માટે શરૂઆતી ઇન્શ્યોરન્સ કવર ઓછામાં ઓછુ 24,305 રૂપિયાનું હશે, જે હાલ 7,890 રૂપિયાનું છે. આ રીતે 350 સીસીથી વધુની ક્ષમતા વાળા બાઇક્સ માટે કસ્ટમર્સને 13,024 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે, જે હાલ 2,323 રૂપિયાનું છે. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દરેક મૉડલ અનુસાર અલગ અલગ હોઇ શકે છે.
નવી દિલ્હીઃ આ વર્ષે સપ્ટેમ્બરથી નવી કાર અને બાઇક જેવા વાહનો ખરીદવા માટે ક્રમશઃ 3 વર્ષ અને 5 વર્ષનું અપફ્રન્ટ ઇન્શ્યોરન્સ કવલ લેવું અનિવાર્ય થઇ જશે. લૉન્ગ ટર્મ માટે પ્રીમિયમ પેમેન્ટ કરવા માટે નવી ગાડીની શરૂઆત કિંમત વધી જશે. જોકે આનાથી કસ્ટમર્સને વાર્ષિક રિન્યૂઅલ કરાવવાની ઝંઝટથી છૂટકારો મળી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -