નવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ પોતાના પ્રદર્શનથી ખૂબજ નિરાશ કર્યા છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટમાં મુખ્ય બોલર મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા વગર મેદાનમાં ઉતરવું પડશે. તેની વચ્ચે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી શકે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની ઈજામાંથી સાજો થઈ ગયો છે. એવામાં ત્રીજી ટેસ્ટમાં તેની વાપસી થઈ શકે છે.

મોહમ્મદ શમી હાથમાં થયેલા ફેક્ચરમાંથી રિકવર થયા બાદ રાષ્ટ્રીય ક્રિકેટ એકડમીમાં ધીમી ગતિથી બોલિંગની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. શમીએ પ્રેક્ટિસ શરુ કરતા આશા વ્યક્ત કરાઈ રહી છે કે, તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝની અંતિમ બે ટેસ્ટ મેચોમાં ટીમમાં સામેલ થશે.



શમીને 19 ડિસેમ્બરે એડીલેડમાં ભારતની બીજી ઈનિંગ ઈનિંગ દરમિયાન પેટ કમિન્સની શોર્ટ બોલ વાગી હતી. તેનાથી તેના કાંડામાં ફ્રેક્ચર થયું હતું અને મેચમાંથી રિટાયર થવું પડ્યું હતું. તેના બાદ તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો અને રિહેબિલિટેશન કાર્યક્રમ માટે સ્વદેશ પરત આવવું પડ્યું હતું.

બીસીસીઆઈના સૂત્રો અનુસાર, શમીના કાંડાની ઈજા હવે સારી છે. તે આગામી કેટલાક દિવસો સુધી નેટ પર ધીમી ગતિથી બોલિંગ કરી શકશે.. તેને એક દિવસમાં 50 થી 60 ટકા પ્રયાસમાં લગભગ 18 બોલ બોલિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.