તેની સાથે જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અશ્વિને એ કમાલ કરી બતાવી છે જે 114 વર્ષ બાદ થઈ હતી.અશ્વિન ભારતનો પહેલો એવો સ્પિનર બની ગયો છે જેણે ટેસ્ટ મેચની ઈનિંગના પ્રથમ બોલે જ વિકેટ લીધી હોય. આ અનોખો રેકોર્ડ બનાવનાર અશ્વિન ત્રીજો ક્રિકેટર બની ગયો છે.
આ પહેલા વર્ષ 1907માં દક્ષિણ આફ્રિકાના પૂર્વ સ્પિનર બર્ટ વોગ્લરે આ કારનામું કર્યું હતું. જ્યારે તેના પહેલા 1888માં ઈંગ્લેન્ડના સ્પિનર બોબી પીલે આ કારનામું કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ ચેન્નાઈ ખાતે 178 રનમાં ઓલઆઉટ થયું હતું. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 241 રનની લીડ મળી હતી અને તેમણે ભારતને 420 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 6, શાહબાઝ નદીમે 2, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.