નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ભારતનુ પલડુ ભારે દેખાઇ રહ્યું છે. મેચની વાત કરીએ તો ભારતે ઇંગ્લેન્ડને જીત માટે 368 રનોનુ લક્ષ્ય આપ્યુ છે. આના જવાબમાં ઇંગ્લેન્ડે વિના કોઇ વિકેટ ગુમાવે 77 રન બનાવી લીધા છે. હવે આજે પાંચમા દિવસની રમત પર બધાની નજર છે, પરંતુ આ બધાની વચ્ચે પીચને લઇને કેટલીક ધારણા કરી છે, જેમાં તેમને એકબાજુ ઇંગ્લેન્ડ ટીમની પ્રસંશા કરી છે, તો બીજી બાજુ ભારતીય ટીમના આક્રમણથી બચવાની પણ સલાહ આપી છે. તેમને કહ્યું પાંચમા દિવસે પીચ ટર્ન લઇ શકે છે, અને તેનો લાભ ભારતીય બૉલરોને મળશે. 


પૂર્વ ક્રિકેટર આથર્ટને સ્કાય સ્પૉર્ટ્સ પર કૉમેન્ટ્રી દરમિયાન કહ્યું કે, પાંચમા દિવસે ભારતીય ટીમના બૉલરો ને આ ફ્લેટ પીચ મદદ કરી શકે છે. પીચ એકદમ ફ્લેટ થઇ ગઇ છે, તેમાં કોઇ મૂવમેનન્ટ નથી. આર્થરટને કહ્યું કે, આ મેચમાં શમી, ઇશાન્ત અને અશ્વિન જેવા સ્ટાર બૉલરો નથી, અને ઇંગ્લેન્ડ આનો લાભ લઇને 368 રનોનો ચેઝ કરી શકે છે. પ્રથમ ઇનિંગમાં બુમરાહ, યાદવ અને જાડેજાએ ઇંગ્લેન્ડ સામે સારુ પ્રદર્શન કર્યુ છે. પરંતુ પાંચમા દિવસે પીચ ફ્લેટ થઇ જવાથી ભારતીય બૉલરોને મદદ મળી શકે છે. જોકે, પીચ ફ્લેટ હોવાથી ત્રીજા અને ચોથા દિવસે ઇંગ્લેન્ડના બૉલરોને મદદ મળી શકી ન હતી. પરંતુ મોઇન અલીએ સારુ પ્રદર્શન કર્યુ છે. જેથી પાંચમા દિવસે જાડેજા પર ભારત તરફથી સારા પ્રદર્શન કરવાની આશા છે. શરૂઆતમાં ઇંગ્લેન્ડના સ્પીનરોને પીચે કંઇક ખાસ ના આપ્યો પરંતુ જાડેજા પાંચમા દિવસે તરખાટ મચાવી શકે છે. બીજીબાજુ જોઇએ તો ભારતનો રેકોર્ડ છે કે, અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ ચોથી ઈનિંગ્સમાં જ્યારે પણ 340 રનથી વધુનો ટાર્ગેટ આપ્યો છે, ત્યારે ભારત કદી હાર્યું નથી. 


વળી, ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઈંગ્લેન્ડે અત્યાર સુધી ચોથી ઈનિંગ્સમાં ક્યારેય પણ 350 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો નથી, આ બધા કારણોસર માની શકાય કે ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમની જીતની સંભાવના પ્રબળ છે. ઈંગ્લેન્ડનો સૌથી શ્રેષ્ઠ ટેસ્ટ રન ચેઝ 1902માં 9 વિકેટે 263 રનનો છે. પીચ અંગે અગાઉ પણ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર માઇકલ હૉલ્ડિંગ પણ ટિપ્પણી કરી ચૂક્યા છે.