ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટના પહેલા જ દિવસે બન્યા આ 7 રેકોર્ડ, જાણો વિગત
લૉર્ડ્સ ટેસ્ટના હીરો રહેલા ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ત્રીજી ટેસ્ટમાં એક વિકેટ ઝડપી હતી. જેના બાદ તે વિશ્વની બે ટીમો વિરુદ્ધ 100થી વધુ વિકેટ લેનારો પ્રથમ ઇંગ્લિશ બોલર બની ગયો છે. એન્ડરસને ભારત સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ 100થી વધુ વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલી કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી ધરતી પર સર્વાધિક રન બનવવાના મામલે ટોચ પર પહોંચી ગયો છે. કેપ્ટન તરીકે કોહલીએ કુલ 1694 રન બનાવી લીધા છે. આ પહેલા કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીએ 1693 અને એમએસ ધોનીએ 1591 રન બનાવ્યા હતા.
નોટિંઘમ: ટીમ ઈન્ડિયાએ ટ્રેન્ટ બ્રિજમાં ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મજબૂત શરૂઆત કરી છે. કેપ્ટન વિરાટ કોહલી(97) અને અજિંક્ય રહાણે (81) શાનદાર ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે 87 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 307 રન બનાવી લીધા છે. ત્યારે બન્ને ટીમો વચ્ચે આ મુકાબલામાં અત્યાર સુધી અનેક શાનદાર રેકોર્ડ બની ચુક્યા છે.
એટલુંજ નહીં, એન્ડરસને કોઈ પણ એશિયન ટીમ વિરુદ્ધ 100 થી વુધ વિકેટ લેનારો એકમાત્ર બોલર બની ગયો છે. અત્યાર સુધી દુનિયાનો કોઈ પણ બોલર કોઈ પણ એશિયાઈ ટીમો વિરુદ્ધ 100થી વધુ વિકેટ લેવા સફળ થયો નથી.
કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત 90 પ્લસ સ્કોર બનાવ્યા બાદ સદીથી ચૂક્યો હતો. આ પહેલા 2013માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 96 રનના સ્કોર પર આઉટ થયો હતો.
રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારો પાંચમો વિકેટકીપર બની ગયો છે. તેણે 20 વર્ષે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કર્યું છે. આ મામલે પાર્થિવ પટેલે 17 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.
બીજી ટેસ્ટમાં બાહર રહેલા સલામી બેટ્સમેન શિખર ધવની ત્રીજી ટેસ્ટમાં વાપસી થઈ હતી. ધવને કેએલ રાહુલ સાથે સારી શરૂઆત કરી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 60 રન નોંધાવ્યા હતા. આ સીરીઝમાં પ્રથમ વખત છે તે જ્યારે ટીમ ઈન્ડિયાની સલામી જોડીએ વિના વિકેટે 60 રન બનાવ્યા હતા.
જ્યારે ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર ફટકારીને ખાતું ખોલાવનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, એટલુંજ નહી તે વર્લ્ડ ક્રિકેટના ઇતિહાસમાં સિક્કર મારીને ખાતું ખોલાવનાર 12મો બેટ્સમેન બની ગયો છે. પંતે પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં રાશિદની ઓવરમાં બીજા જ બોલ પર જબરજસ્ત સિક્કસર ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -