9 રન બનાવતા જ વિરાટ કોહલીએ મેળવી આ ખાસ સિદ્ધિ, સચિન-સેહવાગને છોડ્યા પાછળ...
આ સિવાય ભારતના વીવીએસ લક્ષ્મણ (8781), સૌરવ ગાંગુલી (7212), દિલીપ વેંગસરકર (6868), મોહમ્મદ અઝહરુ્દિન (6215) અને વિશ્વનાથે (6080) છ હજાર પ્લસ રન બનાવ્યા છે. કોહલી આ યાદીમાં 10માં સ્થાને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ દ્રવિડે 125 ઇનિંગ્સમાં 6000 ટેસ્ટ રન પુરા કર્યા હતા. તેણે 163 ટેસ્ટમાં 36 સદીની મદદથી 13625 રન બનાવ્યા છે. જે સચિન પછી સર્વાધિક છે.
વીરેન્દ્ર સેહવાગે આવો રેકોર્ડ 123 ઇનિંગ્સમાં પોતાના નામે કર્યો હતો. સહેવાગે 103 ટેસ્ટ મેચમાં 8503 રન બનાવ્યા છે.
200 ટેસ્ટ મેચમાં 51 સદીની મદદથી દુનિયામાં સૌથી વધારે 15921 રન બનાવનાર સચિન તેંડુલકરે 6000 રન 120 ઇનિંગ્સમાં પુરા કર્યા હતા.
ભારત તરફથી સૌથી ઝડપી 6000 રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. તેણે 117 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ગાવસ્કરે 125 ટેસ્ટમાં 10122 ન બનાવ્યા છે. તે 10 હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર હતા.
વિરાટ કોહલીએ 6000 રન 119 ઇનિંગ્સમાં પુરા કર્યા છે. આ ભારત તરફથી બીજા સૌથી ઝડપી રન છે. વિરાટ કોહલીએ 70 ટેસ્ટમાં 23 સદી ફટકારી છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સાઉથમ્પટનમાં રમાઈ રહેલ ચોથા ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. મેચના બીજા દિવસે 6000 ટેસ્ટ રનના આંકડા સુધી પહોંચનાર ભારતના બીજા સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બની ગયા છે. વિરાટે પ્રથમ ઇનિંગની 22મી ઓવરમાં આ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -