IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાય રહેલી અંતિમ ટેસ્ટના બીજી દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 89 રનની લીડ મેળવી લીધી છે અને હજુ ત્રણ વિકેટ બાકી છે. પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલી માટે બીજો દિવસ ખૂબજ નિરાશાજનક રહ્યો. વિરાટ કોહલી 7 વર્ષ બાદ એક જ સીરિઝમાં બે વખત શૂન્ય પર આઉટ થયો છે.
વિરાટ કોહલી પુજારાની વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો હતો. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વિરાટને ખાતુ પણ ખોલાવા નથી દીધું. વિરાટ કોહલી માત્ર બોલ રમ્યો હતો અને બેન ફોક્સના હાથે કેચ આઉટ થયો હતો.
આ પહેલા ઈ સીરિઝની બીજી ટેસ્ટમાં મોઈન અલીએ ચેન્નઈમાં વિરાટ કોહલીને શૂન્ય પર બોલ્ડ કર્યો હતો. વિરાટ કોહલી સાત વર્ષ પહેલા ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ ચાર ટેસ્ટ મેચોની સીરિઝમાં બે વાર શૂન્ય પર આઉટ થયો હતો.
IND Vs ENG: સાત વર્ષ બાદ વિરાટ કોહલીના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 08:30 PM (IST)
બેન સ્ટોક્સે વિરાટ કોહલીને પાંચમી વખત આઉટ કર્યો છે. વિરાટને સૌથી વધુ સ્ટોક્સનો શિકાર બન્યો છે.
Photo-BCCI
- - - - - - - - - Advertisement - - - - - - - - -