અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય બહાર જવાની હાર્દિક પટેલને પરવાનગી આપવામાં આવી છે. રાજકીય કામકાજ અંગે રાજ્યની બહાર જવા હાર્દિકે હાઈકોર્ટ પાસેથી પરવાનગી માંગી હતી. નીચલી કોર્ટે હાર્દિકની અરજી ફગાવતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટના શરણે ગયા હતા.
હાર્દિકે પટેલે રાજ્ય બહાર જવા પરમિશન માંગતી અરજી કરી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવાથી અન્ય રાજ્યોમાં જવું પડતું હોય છે તેવું તેમણે પોતાની અરજીમાં કહ્યું હતું. પરંતુ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી.
હાર્દિક પટેલને મોટી રાહત, કોર્ટે રાજ્ય બહાર જવા આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 07:15 PM (IST)
ગુજરાત હાઈકોર્ટે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય બહાર જવાની હાર્દિક પટેલને પરવાનગી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -