IND Vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાની પરેશાની ઓછી થવાનુ નામ નથી લઇ રહી. પ્રેક્ટિસ મેચમાં ઇજાના કારણે વૉશિંગટન સુંદર અને આવેશ ખાન ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઇ ગયા છે. બીસીસીઆઇએ જોકે ઇંગ્લેન્ડ પ્રવાસથી બહાર થવા પર હજુ અધિકારીક નિવેદન નથી આપ્યુ.
ભારત અને કાઉન્ટી સિલેક્ટ ઇલેવનની વચ્ચે રમાયેલી મેચમા આવેશ ખાન અને વૉશિંગટન સુંદરે કાઉન્ટી ઇલેવન તરફથી ભાગ લીધો હતો. પરંતુ આવેશ ખાન મેચના પહેલા જ દિવસે હનુમા વિહારીના એક શૉને રોકવા જતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, આ પછી આવેશ ખાન મેચમાંથી બહાર થઇ ગયો હતો.
આવેશ ખાનની અંગુઠાની ઇજા ટેસ્ટ સીરીઝ પહેલા ઠીક થવાની કોઇ સંભાવના નથી. આવેશ ખાનને આ ઇજાથી પુરેપુરુ ઠીક થતા એક મહિનાથી વધુનો સમય લાગી શકે છે. એટલા માટે આવેશ ખાનને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થવાનુ નક્કી છે.
વૉશિંગટન સુંદર પણ ઇજાગ્રસ્ત-
કેટલાક મીડિયા રિપોર્ટમાં વૉશિંગટન સુંદરની ઇજા થવાની સંભાવના છે. જોકે ઓલરાઉન્ડર ખેલાડી જે અભ્યાસ મેચમાં કાઉન્ટી ઇલેવનનુ પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો, તે મેચમાં અંતિમ દિવસ મેદાન પર ઉતર્યા અને તેને મયંક અગ્રવાલનો કેચ પણ પકડ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુંદરને પણ અંગુઠામાં ઇજા થઇ છે. એવા દાવો કરવામાં આવી રહ્ય છે કે સુંદરને પુરેપુરો ઠીક થવામાં છ અઠવાડિયાનો સમય લાગી શકે છે.
ભારતના ઓપનર શુભમન ગીલ પહેલા જ પગમાં ઇજાના કારણે ટેસ્ટ સીરીઝથી બહાર થઇ ચૂક્યો છે. શુભમન ગીલ ગુરુવારે જ ભારત પરત પહોંચ્યો છે.
શુભમન ગીલ અને આવેશ ખાનના બહાર થવા પર ભારતની પાસે ઇંગ્લેન્ડમાં ફક્ત 22 ફિટ ખેલાડી જ ઉપલબ્ધ છે. બીસીસીઆઇ તરફથી જચલ્દી કેટલાક વધુ ખેલાડીઓના બેકઅપ તરીકે ઇંગ્લેન્ડ મોકલવાની જાહેરાત કરવામાં આવી શકે છે. કોરોના વાયરસના કેરને જોતા ઇંગ્લેન્ડમાં વધુ ખેલાડીઓને મોકલવા ખુબ જરૂરી થઇ ગયા છે.