વડોદરાઃ ગુજરાતમાં ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાના મામલે હાઇકોર્ટે લીલી ઝંડી આપ્યા પછી મોતને બિછાને રહેતા પતિના સ્પર્મ લેવામાં આવ્યા હતા અને પછી સ્પર્મ લેબોરેટરીમાં રાખી દેવામાં આવ્યું હતું. જોકે, પત્નીએ પતિના સ્પર્મ લેબામાં મુકાવ્યાના 30 કાલક પછી પતિનું અવસાન થયું હતું. પતિની યાદ જીવન પર્યંત રહે તે માટે એ સ્પર્મથી પત્ની આઈ.વી.એફ. ટેકનિકથી સગર્ભા થશે.


નોંધનીય છે કે, વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, અરજી કરનાર મહિલાના પતિ પાસે 24 કલાક જ જીવી શકે તેમ હોવાને કારણે મહિલાએ અરજી કરી છે. અરજદારના પતિ પાસે ખૂબ ઓછો સમય હોવાને કારણે પતિના સ્પર્મના ઉપયોગથી IVF કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા છે. દર્દી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોકટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું.


આ અરજી પર હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટે માત્ર 15  જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પરખી વિશેષાધિકારની રુએ મહત્વનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સ્પર્મ લઇ લેવા કર્યો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ દર્દીના સ્પમ લેવામાં આવ્યા હતા. 


હોસ્પિટલે જણાવ્યું હતું કે, આઈ.વી.એફ ટેકનોલોજીની ડિમાન્ડ 1 દિવસ પહેલા આવી હતી. અમારે લીગલ રહેવું જરૂરી હતું કોર્ટે  ખુબ જ પ્રશંસનીય કામગીરી કામગીરી કરી, તેમ પણ જણાવાયું હતું. જે બાદ સાંજે 7:30 એ પરિવારનું કાઉન્સિલ કરવામાં આવ્યું હતું. દર્દીને બ્લીર્ડિંગ થઈ શકે તે પરિવાર ને સમજાવવામાં આવ્યું. 


પરિવારને જીવનમાં આગળ લઈ જવા માટે પત્નીનો મહત્વપૂર્ણ નિર્ણય. કોર્ટના ઓર્ડર બાદ 2થી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ડો. રિતેશની નિગરાનીમાં કામગીરી થઈ. સ્પર્મ અત્યારે લેબોરેટરી માં રાખવામાં આવ્યું છે. 10 થી 15 હજાર રૂપિયાના ખર્ચ સાથે 15 મિનિટમાં કામગીરી પૂર્ણ થઇ. ગુજરાતમાં આ પ્રકારનો પહેલો કેસ છે, તેમ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું.