નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રિષભ પંતની જગ્યાએ કેએલ રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝિલેન્ડ સામેની ટી20 સિરીઝની પ્રથમ ટી20 મુકાબલામાં રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. રાહુલે વિકેટકીપર અને બેટ્સમેન તરીકે ટીમમાં જગ્યા બનાવી. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોહલીના આ નિર્ણય પર પોતાનું નિવેદન આપ્યું છે.


ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ન્યૂઝિલેન્ડ સામેની ટી20 સીરિઝમાં તક મળશે કે નહી આ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે. ઓકલેન્ડની પ્રથમ ટી20ના એક દિવસ પહેલા કોહલીએ પોતાનો નિર્ણય મીડિયા સામે જાહેર કરી દીધો હતો.

કોહલીના રાહુલને વિકેટકીપિંગ કરાવવા પર જ્યારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે આ કેપ્ટનનો નિર્ણય ગણાવ્યો હતો. સૌરવ ગાંગુલીએ કહ્યું વિરાટ કોહલીએ આ નિર્ણય કર્યો છે. ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટને કેએલ રાહુલની ભૂમિકા પર નિર્ણય કર્યો છે.