Ind Vs Nz: ટીમ ઇન્ડિયાએ મેળવી 339 રનની લીડ, રોહિત શર્માની શાનદાર અડધી સદી
abpasmita.in | 02 Oct 2016 12:46 PM (IST)
કોલકાતાઃભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે 339 રનની લીડ મેળવી લીધી છે. બીજી ઇનિંગ્સમાં ભારતના આઠ વિકેટના નુકશાન પર 227 રન બનાવી લીધા હતા. ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર 82 રન ફટકાર્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી હેનરીએ 3 તો ટ્રેટ બોલ્ટ અને મિચેલ સેટનરે 2-2 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય બેસ્ટમેનોનો નબળો દેખાવ રહ્યો હતો. પરંતુ રિદ્ધિમાન સહાએ 35 રન અને રોહિત શર્માએ 82 રન કરીને ભારતને મજબૂત પરિસ્થિતિમાં પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ પણ 45 રન કર્યા હતા.