ધર્મશાલામાં આજથી ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે શરૂ થશે 5 વન-ડે મેચની સીરીઝ..આ પહેલા ભારતની ટીમે ન્યૂઝીલેંડને ટેસ્ટ સીરીઝમાં 3-0થી પરાજય આપ્યો હતો. ICC ટેસ્ટ રેંકિંગમાં પહેલા સ્થાને પહોચી ગઈ છે. હવે ભારતી ટીમની નજર વન-ડે સીરીઝ પર છે અને વન-ડે સીરીઝમાં ભારતીય ટીમના કપ્તાન મહેંન્દ્ર સિંહ ધોની વિરાટ કોહલીની જગ્યાએ કરતા નજર આવશે અને ભારતે વન-ડેમાં 3 સ્થાન મેળવવા માટે આ સીરીઝને 4-1 કે પછી તેનાથી વધુ સારી રીતે જીત વાની રહેશે..અને આ મેચની શરૂઆત આજે બપોરે 1.30 વાગ્યાથી ધર્મશાલામાં થશે.