નવી દિલ્હીઃ આજે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમવા મેદાનમાં ઉતરશે. આજની મેચ જયપુરના સવાઇ માનસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. કોહલીની કેપ્ટનશીપ છોડ્યા બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી ટી20 સીરીઝ છે, જેમાં કેપ્ટન તરીકે મેદાન પર રોહિત શર્મા અને કૉચ તરીકે રાહુલ દ્રવિડ દેખાશે. એટલુ જ નહીં કીવીઓને હરાવવા માટે આજે નવી ટીમ સાથે રોહિત મેદાનમાં ઉતરી શકે છે, જેમાં એક નામ ખુબ ચર્ચામાં છે જેનુ નામ છે હર્ષલ પટેલ, હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે. 


રોહિત શર્માની આગેવાનીમાં સાત નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં એક નામ ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલનુ છે, માનવામાં આવી રહ્યું છે કે હર્ષલ પટેલ આજની મેચથી ટી20માં ડેબ્યૂ કરી શકે છે. 30 વર્ષી હર્ષલ પટેલ મૂળ ગુજરાતના સાણંદનો ક્રિકેટર છે, પરંતુ હરિયાણની ટીમમાંથી નેશનલ ક્રિકેટ રમી રહ્યો છે, હર્ષલ પટેલ ફાસ્ટ બૉલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. ખાસ વાત છે કે, હર્ષલ પટેલે આઇપીએલની ગત સિઝનમાં દમદાર પ્રદર્શન કરતા તેને જેકપૉટ લાગ્યો છે, અને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 


હર્ષલ પટેલ આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે, ગત સિઝન તેના માટે ખુબ સારી રહી, હર્ષલ પટેલ આરસીબી તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપીને આખી ટૂર્નામેન્ટમાં તરખાટ મચાવી દીધો હતો. IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીને ઉભર્યો હતો. હર્ષલ પટેલની રમત જોઇને આજે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20માં રોહિત શર્મા તેના પર દાંવ લગાવી રહ્યો છે. હર્ષલને જો રમવાનો મોકો મળશે તો તેનુ ડેબ્યૂ હશે. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકિપર), દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ


ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ- 
ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા


ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ


ન્યૂઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.