Weather Update:બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.


બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


ગુજરાતમાં માવઠાની આગાહી
17 થી 20 તારીખ સુધી વરસાદની આગાહી છે. 17મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. 20 તારીખે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાત રિજિયન, જેમાં અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. માવઠાના કારણે શિયાળું પાકને ભારે નુકસાન થશે. 


આજે ક્યાં પડશે વરસાદ?


ડાંગ, નવસારી,સુરત,તાપી,વલસાડ,દાદરાનગર હવેલી, અમરેલી ભાવનગરામાં ત્રણ દિવસ પવન સાથે વરસાદ પડી શકે છે.


ગુરૂવારે ક્યાં થઇ શકે છે માવઠું


અમદાવાદ, અમરેલી, આણંદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર,ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અમરેલી,ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ,જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવ,


શુક્રવારે ક્યાં પડી શકે છે વરસાદ


દમણ, દાદરાનગર હવેલી, આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં શુક્રવારે પડી શકે છે વરસાદ


ગુજરાતમાં ઠંડીમાં થયો વધારો


બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં 5 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી


બંગાળની ખાડીના સર્ક્યુલેશનની અસરને પગલે રાજ્યમાં તાપમાનો પારો ગગડ્યો છે. જાણીએ ક્યાં કેટલું તાપમાન નોંધાયું



  • નલિયાનું તાપમાન- 10.5 ડિગ્રી

  • ડીસાનું તાપમાન -13.4 ડિગ્રી

  • ગાંધીનગરનું તાપમાન -15.0 ડિગ્રી

  • વલસાડનું તાપમાન -15.0 ડિગ્રી

  • ભૂજનું તાપમાન 16.0 ડિગ્રી

  • રાજકોટનું તાપમાન 17.0 ડિગ્રી

  • વડોદરાનું તાપમાન 17.8 ડિગ્રી

  • અમદાવાદનું તાપમાન 18.1 ડિગ્રી

  • જૂનાગઢનું તાપમાન 19.0 ડિગ્રી

  • ભાવનગરનું તાપમાન  20.3 ડિગ્રી

  • સુરતનું તાપમાન 21.8 ડિગ્રી