વિરેન્દ્ર સેહવાગે રોસ ટેલરની ઉડાવી મજાક, તો ટેલરે હિન્દીમાં ટ્વીટ કરીને આપ્યો આવો જવાબ
જેનો જવાબ આપતા સેહવાગે ટેલરને કહ્યું. તમારી સીવવાના સ્ટાન્ડર્ડને કોઈ પણ મેચ નહીં કરી શકે દરજી જી. પછી તે પેન્ટની વાત હોય કે પાર્ટનરશીપની. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સહેવાગે ટેલરના નામને લઈને મજાક બનાવ્યો હોય. તેણે 2016માં રમાયેલી પાછલી સીરીઝમાં પણ આવું કર્યું હતું. જ્યારે રોસ ટેલરે ભૂલથી વીરૂને ટેગ કરી દીધો હતો.
ટેલરના હિન્દીમાં આ ટ્વીટ બાદ વીરુએ જવાબ આપતા કહ્યું, હા..હા..હા.. માસ્ટરજી, આ વર્ષના પેન્ટને એક વેંત નાનું કરીને આવતી દિવાળી પર આપી દેજો. રોસ ધ બોસ, મોસ્ટ સ્પોર્ટિંગ.’ જે બાદ રોસ ટેલરે વીરુને પૂછ્યું- શું તમારા દરજીએ આ દિવાળી પર સારું કામ કરીને નથી આપ્યું.
તેના પછી રોસ ટેલર પણ ક્યાં પાછો રહેવાનો હતો. તેણે પણ વીરુને જવાબ આપ્યો અને તે પણ હિન્દીમાં. ટેલરે સેહવાગને ટ્વીટ કરીને લખ્યું, ‘થેંક્સ વીરેન્દ્ર સેહવાગ. ભાઈ આવતી વખતે તમારો ઓર્ડર ટાઈમ પર મોકલી આપજો હું તમને દિવાળી પહેલા ડિલીવર કરી દઈશ. હેપ્પી દિવાળી.’
સેહવાગે ટેલરને ટ્વીટ કરી લખ્યું, ‘ખૂબ સારું રમ્યા દરજી જી. દિવાળીના ઓર્ડર્સના પ્રેશરનું પણ તમે સારી રીતે સામનો કર્યો.’
નવી દિલ્હીઃ વિરેન્દ્ર સેહવાગે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ કોમેન્ટ્રી અને ટ્વિટર પર વિસ્ફોટક બેટિંગ કરતાં રહે છે. પોતાના મજાકીયા ટ્વિટ્સથી ફેન્સને ખૂબ હસાવે છે. વિરેન્દ્ર સેહવાગ મેદાન પર સારું પ્રદર્શન કરનારના ટ્વિટર પર કંઈક અલગ જ અંદાજમાં વખાણ કરે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરૂદ્ધ પ્રથમ વનડે માં ન્યૂઝીલેન્ડ માટે વિનિંગ ઇનિંગ રમનાર રોસ ટેલરની પણ વીરૂએ મજાક ઉડાવી છે. જોકે રોસ ટેલર દુર્ભાગ્યવશ 95ના સ્કોર પર છેલ્લે આઉટ થઈ ગયા હતા. સેહવાગે મેચ ખતમ થયા બાદ ટેલરની મજાક ઉડાવતા તેને દરજી કર્યા હતા.