IND vs NZ WTC : ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, વરસાદના કારણે ચોથા દિવસની રમત રદ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાઇ રહેલી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રિત કરી હતી,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Jun 2021 08:13 PM
વરસાદના કારણે ચોથા દિવસની રમત રદ


સાઉથેમ્પટનથી ક્રિકેટ રસીકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વરસાદના કારણે ચોથા દિવસની રમત રદ કરવામા આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. 

પહેલુ સેશન રદ્દ થવાનુ નક્કી

સાઉથેમ્પ્ટનમાં હજુ પણ થોડો થોડો વરસાદ વરસી રહ્યો છે. જો વરસાદ બંધ નહીં થાય તો પહેલુ સેશનનુ રદ્દ થવાનુ નક્કી છે, કેમકે સવારથી જ આખી પીચ કવરથી ઢાંકી રાખવામાં આવી છે. સાઉથેમ્પ્ટનમાં હાલ 11 ડિગ્રી કરતા પણ ઓછુ તાપમાન છે અને વરસાદ પડી રહ્યો છે, આવામાં મેદાન સુકાય તેવી કોઇ સંભાવના નથી. બીસીસીઆઇએ પણ મેદાનની તાજા તસવીરો શેર કરી છે, જેમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે મેદાનનો અડધોઅડધ ભાગ કવરથી ઢંકાયેલો છે. આવામાં પહેલા સેશનની રમત લગભગ રદ્દ થઇ શકે છે. 


 





મેચ મોડી શરૂ થશે

તાજે અપડેટ પ્રમાણે, સાઉથેમ્પ્ટનમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. પહેલુ સેશન વરસાદના કારણે ધોવાઇ પણ શકે છે. જો વરસાદ એકદમ બંધ થશે તો તેના અડધા કલાક બાદ મેચ શરૂ થઇ શકે છે, કેમકે અહીંની ડ્રેનેજ સિસ્ટમ ખુબ સરસ છે.

સાઉથેમ્પ્ટનમાં થોડો થોડો પડી રહ્યો છે વરસાદ

ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચર છે કે સાઉથેમ્પ્ટનમાં હજુ પણ વરસાદ બંધ નથી થયો, થોડો થોડો વરસાદ હજુ પણ પડી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે પીચને હાલ પુરેપુરી કવર કરી લેવાઇ છે, મેચ થોડી મોડી શરૂ થઇ શકે છે.

ન્યૂઝીલેન્ડની સ્થિતિ મજબૂત

મેચની વાત કરીએ તો ત્રીજા દિવસની રમત દરમિયાન ન્યૂઝીલેન્ડે ટેસ્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. મેચના ત્રીજા દિવસે કિવા ટીમ માત્ર 71 રનની અંદર જ ભારતની બાકી બચેલી 7 વિકેટો મેળવવામાં સફળ રહી, અને બાદમાં કિવી ટીમે દિવસના અંત સુધી બે વિકેટ ગુમાવીને 101 રન બનાવી લીધા હતા.

કૉન્વેની અડધી સદી, મજબૂત સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ

ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં સારી શરૂઆત કરી છે, ઓપનર બેટ્સમેને કૉન્વે અને લાથમ બન્ને સારી રીતે ઇનિંગ રમીને કિવી ટીમને મજબૂત સ્થિતમાં મુકી દીધુ હતુ. કૉન્વેની ધૈર્યપૂર્ણ અડધી સદી ફટકારીને ટીમને મજબૂતાઇ આપી હતી. હાલ ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં છે. 

ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ સાઉથહેમ્પટનમાં રમાઈ રહી છે. આજે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા 217 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ખાસ વાત છે કે ભારતની છેલ્લી સાત વિકેટ માત્ર 71 રનમાં જ પડી ગઇ હતી, જેના કારણે કિવી ટીમ મજબૂત થઇ હતી.

રિઝર્વ ડેમાં જશે મેચ- 

આઈસીસીએએ જોકે સાઉથેમ્પ્ટનના હવામાનને જોતા પહેલા જ રિઝર્વ ડે રાખવાનો નિર્ણય કર્યો હતો. પહેલા દિવસે જે રમત બર્બાદ થઈ તેની ભરપાઈ આગામી ચાર દિવસમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. જો ચાર દિવસમાં પણ કોઈ પરિણામ નહીં આવે તો તેને રિઝર્વ ડેના દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે. આઈસીસીએ જાણકારી આપી છે કે આગામી ચાર દિવસમાં દરરોજ 90ની જગ્યાએ 98 ઓવરની રમત રમાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. પછી જે ઓવર વધશે તેના માટે રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડેના દિવસે પણ જો કોઈ પરિણામ ન આવે તો પછી મેચ ડ્રો જાહેર કરવામાં આવશે. ડ્રોની સ્થિતિમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની સંયુક્ત વિજેતા ટીમ બની જશે.


 

ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, રવિચંદ્રન અશ્નિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી.

બ્રેકગ્રાઉન્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના સાઉથેમ્પ્ટનમાં રમાઇ રહેલી ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રિત કરી હતી, ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 217 રન પર ઓલઆઉટ થઇ ચૂકી હતી અને કિવી ટીમે પ્રથમ ઇનિંગમાં 1 વિકેટના નુકશાન 102 રન બનાવી લીધા હતા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.