પાકિસ્તાન હાર્યુ તો લોકોએ આ સ્ટાર ખેલાડીને લીધો આડેહાથ, કહ્યું- હારનું કારણ આ જ છે
બીજીબાજુ ફોર્મમાં ચાલી રહેલા બાબર આઝમ ખુબ પણ 9 રનના સ્કૉરે આઉટ થયો હતો. આના કારણે પાકિસ્તાની ફેન્સે બાબરને સોશ્યલ મીડિયા પર આડેહાથે લીધો હતો.
સોશ્યલ મીડિયા પર બાબરને હારને વિલન અને 2 વિકેટ પડાવવાનો જવાબદાર ગણાવ્યો હતો.
ઘટના અનુસાર, થયુ એવું કે પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાન બેટિંગ કરતી વખતે પીચ પર લપસી પડ્યો અને તેને LBW આઉટ આપવામાં આવ્યો. પણ નૉન સ્ટ્રાઇક પર ઉભા રહેલા બાબર આઝમે તેને રિવ્યૂ લેવાની ના પાડી દીધી. જોકે, પછીથી ખબર પડી કે ફખર ઝમાન આઉટ ન હતો બૉલ તેના હાથમાં વાગ્યો હતો. જો બાબર તેને રિવ્યૂ લેવાની સલાહ આપતો તો પાકિસ્તાનનું પતન ના થતુ. ફખર 31 રન બનાવીને આઉટ થયો હતો.
નવી દિલ્હીઃ એશિયા કપમાં સતત બે મેચમાં ભારત સામે પાકિસ્તાનની હારથી પાકિસ્તાની ફેન્સ ગુસ્સમાં આવી ગયા છે. સુપર 4ની ગઇકાલની મેચમાં ભારતે નવ વિકેટે પાકિસ્તાને સજ્જડ હાર આપી હતી. આ હારને લઇને પાકિસ્તાની ટીમનો સ્ટાર બેટ્સમેને બાબર આઝમ લોકોના નિશાન ચઢ્યો છે. ટ્વીટર પર ફેન્સે બાબર આઝમને હારનો જવાબદાર ગણાવી એકપછી એક ટ્વીટ આપ્યા છે.