IND vs SA 1st Test : ચોથા દિવસની રમત સમાપ્ત, આફ્રિકાએ 94 રન પર 4 વિકેટ ગુમાવી, ભારતને જીત માટે 6 વિકેટની જરૂર
સેન્ચુરિયન ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતને હવે જીતવા માટે 6 વિકેટની જરૂર છે.
સેન્ચુરિયન ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતને હવે જીતવા માટે 6 વિકેટની જરૂર છે. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 211 રનની જરૂર છે. કેપ્ટન ડીલ એલ્ગર અડધી સદી સાથે અણનમ છે.
શમીએ 1 રનના અંગત સ્કોર પર માર્કરામને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હાલ સાઉથ આફ્રિકાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 7 રન છે. પીટરસન અને એલ્ગર રમતમાં છે.
બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા અને ટીમ ઈન્ડિયા 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવની લીડના આધારે દક્ષિણ આફ્રિકાને 305 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ચોથા દિવસે ભારતીય બેટ્સમેનો સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 34 રનની ઇનિંગ રમી હતી. કેએલ રાહુલે 23 અને અજિંક્ય રહાણેએ 20 રનનું યોગદાન આપ્યું હતું. પૂજારા 16 અને કેપ્ટન કોહલી માત્ર 18 રન બનાવી શક્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડા અને માર્કો જેન્સને ચાર-ચાર વિકેટ જ્યારે લુંગી એનગિડીને બે વિકેટ મળી હતી.
મોહમ્મદ શમી માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
રબાડાએ રવિચંદ્રન અશ્વિનની વિકેટે ઝડપી ટીમ ઈન્ડિયાને 7મો ઝટકો આપ્યો હતો.
રિષભ પંત 34 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયો હતો.
ટીમ ઇન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે, કોહલી-પુજારા બાદ હવે રહાણે પણ પેવેલિયન ભેગો થઇ ગયો છે, રહાણે 23 બૉલમાં 20 રન બનાવીને જેનસેનનો શિકાર થઇ ગયો હતો. ટીમનો સ્કૉર 39 ઓવર બાદ 6 વિકેટે 111 પર પહોંચ્યો હતો.
કોહલી બાદ ચેતેશ્વર પુજારા પણ આઉટ થયો છે, પુજારા 64 બૉલમાં 16 રન બનાવીને લુંગી એન્ગીડીના બૉલ પર ક્વિન્ટૉન ડીકૉકને કેચ આપી બેઠો. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 37.1 ઓવર બાદ 5 વિકેટ વેકેટના નુકસાને 109 રન પર પહોંચ્યા છે.
ભારતને મોટો ઝટકો કેપ્ટન કોહલીના રૂપે લાગ્યો છે, લંચ બ્રેક બાદ મેદાન પર આવેલો કેપ્ટન કોહલી લાંબી ટકી શક્યો નહીં. જેનસેને કોહલીને 18 રનના અંગત સ્કૉર પર ક્વિન્ટૉન ડીકૉકના હાથમાં ઝીલાવી દીધો હતો. પુજારા અને રહાણે ક્રિઝ પર છે.
ભારતીય ટીમને સાઉથ આફ્રિકા ટીમ પર 200થી વધુની લીડ મળી ગઇ છે. લંચ બ્રેક સુધી ભારતીય ટીમનો સ્કૉર 32 ઓવર બાદ 3 વિકેટના નુકસાને 79 રને પહોંચ્યો છે. કેપ્ટન કોહલી 18 રન અને પુજારા 12 રન બનાવીને ક્રિઝ પર છે.
ભારતને મોટો ઝટકો લાગ્યો છે, પહેલી ઇનિંગમાં સદી ફટકારનારો રાહુલ બીજી ઇનિંગમાં માત્ર 23 રનના અંગત સ્કૉર પર લુંગી એન્ગીડીનો શિકાર થઇ ગયો છે. રાહુલ 74 બૉલમાં 4 ચોગ્ગા સાથે 23 રન બનાવીને એન્ગીડીના બૉલ પર એલ્ગરના હાથમાં કેચ આપી બેઠો હતો. ટીમ ઇન્ડિયા 23 ઓવર બાદ 3 વિકેટે 54 રન બનાવી શકી છે. ક્રિઝ પર પુજારા 7 રન અને કોહલી શૂન્ય રને છે.
ભારતને મોટો ઝટકો લાગ્યો છે, પહેલી ઇનિંગમાં સદી ફટકારનારો રાહુલ બીજી ઇનિંગમાં માત્ર 23 રનના અંગત સ્કૉર પર લુંગી એન્ગીડીનો શિકાર થઇ ગયો છે. રાહુલ 74 બૉલમાં 4 ચોગ્ગા સાથે 23 રન બનાવીને એન્ગીડીના બૉલ પર એલ્ગરના હાથમાં કેચ આપી બેઠો હતો. ટીમ ઇન્ડિયા 23 ઓવર બાદ 3 વિકેટે 54 રન બનાવી શકી છે. ક્રિઝ પર પુજારા 7 રન અને કોહલી શૂન્ય રને છે.
કગિસો રબાડાએ ભારતને બીજો ઝટકો આપ્યો છે, નાઇટ વૉચમેન તરીકે આવેલા શાર્દૂલને 10 રનના સ્કૉર પર રબાડાએ વિયાન મુલ્ડરના હાથમાં ઝીલાવી દીધો હતો. ટીમનો સ્કૉર 13 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 2 વિકેટે 34 રન પર પર પહોંચ્યો છે. કેએલ રાહુલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે.
ભારત તરફથી કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુર ક્રીઝ પર ઉતરી ચૂક્યા છે. ચોથા દિવસ પહેલી ઓવર કગિસો રબાડાએ ફેંકી, આ ઓવરમાં રાહુલે ચોગ્ગા ફટકાર્યો. ભારતીય ટીમ આજે મોટો સ્કૉર કરવાની કોશિશ કરશે. ટીમ ઇન્ડિયાનો સ્કૉર અત્યારે 7 ઓવર બાદ 1 વિકેટે 22 રન પર છે.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને એક વિકેટ મળી હતી. ભારતને પ્રથમ દાવમાં 130 રનની મોટી લીડ મળી હતી.
દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 62.3 ઓવરમાં 197 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા તરફથી ટેમ્બા બાવુમાએ અડધી સદી ફટકારી હતી. તેના સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યો નહોતો.
શમી બાદ સિરાજે ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી હતી, મોહમ્મદ સિરાજે મીડિલ ઓર્ડર બેટ્સમેન રુસી વાન ડેર ડુસેનને 3 રનના અંગત સ્કૉર પર રહાણેના હાથમાં ઝીલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આના પહેલાના બૉલ પર સ્ટમ્પ પાછળ સ્લિપમાં ડુસેનનો કેચ કેપ્ટન કોહલીએ છોડી દીધો હતો.
સાઉથ આફ્રિકન બૉલિંગની વાત કરીએ તો, આફ્રિકા તરફથી સૌથી વધુ ઘાતક લુન્ગી એન્ગીડી સાબિત થયો હતો, લુંગી એન્ગીડીએ 6 વિકેટ ઝડપીને ભારતી ટીમને મોટો સ્કૉર કરતા રોકી દીધી હતી. આ ઉપરાંત રબાડા 3 વિકેટ અને માર્કે જેનસેનને એક વિકેટ મળી હતી. જોકે બે બૉલર વિકેટ લેવામાં સફળ થયો ન હતો.
ભારત તરફથી સૌથી વધુ ઉપકેપ્ટન કેએલ રાહુલે બનાવ્યા, કેએલ રાહુલે 260 બૉલમાં 1 છગ્ગો અને 17 ચોગ્ગા સાથે 123 રન બનાવ્યા હતા. જોકે બીજા દિવસની રમતની શરૂઆતમાં જ કગિસો રબાડાના બૉલ પર આઉટ થતાં પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. આ ઉપરાંત મયંક અગ્રવાલે 60 રન, અંજિક્યે રહાણેએ 48 રને કેપ્ટન કોહલીએ 35 રન બનાવ્યા હતા.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ સેન્ચૂરિયન ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ પુરી થઇ ગઇ છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 105.3 ઓવર રમીને 327 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે સદી ફટકારનીને મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. જ્યારે લુંગી એન્ગીડીએ ભારતના 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા.
બ્રેકગ્રાઉન્ડ
સેન્ચુરિયન ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતને હવે જીતવા માટે 6 વિકેટની જરૂર છે. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. તેમને જીતવા માટે 211 રનની જરૂર છે. કેપ્ટન ડીલ એલ્ગર અડધી સદી સાથે અણનમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -