નવી દિલ્હીઃ આજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. જ્હોનિસબર્ગમાં ભારતીય ટીમે સેન્ચૂરિયનની જેમ વિજય મેળવવા ફરીથી મેદાનમાં ઉતરશે, કેમ કે જ્હોનિસબર્ગની પીચ ભારતીય બેટ્સમેનો માટે આશીર્વાદ રૂપ બની શકે છે. રિપોર્ટ અનુસાર અહીં ભારતીય ટીમ છેલ્લા 30 વર્ષથી હારી નથી. ભારત અને આફ્રિકા મેચને લઇને જ્હોનિસબર્ગમાં હવામાનને લઇને મોટા સમાચાર આવ્યા છે.


દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતીને ટીમ ઈન્ડિયા હાલમાં 1-0થી આગળ છે. જો તે જોહાનિસબર્ગમાં જીતશે તો તે પ્રથમ વખત યજમાન દેશની ધરતી પર શ્રેણી જીતશે. ભારતીય ટીમ 1992 બાદ દક્ષિણ આફ્રિકામાં એકપણ શ્રેણી જીતી શકી નથી. જ્હોનિસબર્ગનું મેદાન પર ભારતનો રેકોર્ડ સારો છે. જ્હોનિસબર્ગમાં ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસના 30 વર્ષના ઈતિહાસમાં ક્યારેય હાર્યુ નથી. ભારતે અત્યાર સુધીમાં અહીં 5 ટેસ્ટ રમી છે અને તેમાંથી 2 જીતી છે અને 3 ડ્રો રહી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનો અહીં મધ્યમ રેકોર્ડ છે. તેઓ વાન્ડરર્સ ખાતે 42 ટેસ્ટ રમ્યા છે, જેમાં 18માં જીત અને 13માં હાર અને 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ 01:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે. મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે.


જ્હોનિસબર્ગ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન-
કેએલ રાહુલ
મયંક અગ્રવાલ
ચેતેશ્વર પુજારા
વિરાટ કોહલી (કેપ્ટન)
અજિંક્યે રહાણે
ઋષભ પંત (વિકેટકીપર)
શાર્દૂલ ઠાકુર
રવિચંદ્રન અશ્વિન
મોહમ્મદ શમી
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ


ટેસ્ટ સીરિઝનું શિડ્યુલઃ


પ્રથમ ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી ટેસ્ટઃ 3-7 જાન્યુઆરી, સમય 1.30 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી ટેસ્ટઃ 11-15 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


વન-ડે સીરિઝનું શિડ્યુલઃ


પ્રથમ મેચઃ 19 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
બીજી મેચઃ 21 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
ત્રીજી મેચઃ 23 જાન્યુઆરી, સમય 2 વાગ્યે (ભારતીય સમય અનુસાર)


 


આ પણ વાંચો......... 


ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?


SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી


CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે


વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ


Astrology: આ રત્ન છે અદભૂત ચમત્કારિક, , ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું