જોહનિસબર્ગઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ વન ડે મેચની સીરિઝ રમાવાની છે. સાઉથ આફ્રિકાએ ભારત સામેની આ વન ડે શ્રેણી માટે ટેમ્બા બવુમાની આગેવાની હેઠળની 17 સભ્યોની વન ડે ટીમની જાહેરાત કરી દીધી છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલી વન ડે 19 જાન્યુઆરીએ રમાશે. પર્લમાં બોલેન્ડ પાર્ક ખાતે રમાનારી પહેલી વન ડે મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગ્યાથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ 1 અને ચેનલ 3 (હિંદી) પર આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ થશ તેથી ભારતીય દર્શકો આ ચેનલો પર લાઈવ મેચની મજા મણી શકશે. હોટસ્ટાર પર પણ આ મેચનું લાઈવ ટેલીકાસ્ટ ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગ્યાથી જોઈ શકાશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વન ડે પણ પર્લમાં બોલેન્ડ પાર્ક ખાતે જ રમાશે. આ મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ 1 અને ચેનલ 3 (હિંદી) પર ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગ્યાથી જોઈ શકાશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 23 જાન્યુઆરીએ ત્રીજી વન ડે રમાશે. આ મેચ ન્યુલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ 1 અને ચેનલ 3 (હિંદી) પર ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગ્યાથી જોઈ શકાશે. હોટસ્ટાર પર પણ બીજી અને ત્રીજી વન ડે મેચનું લાઈવ ટેલીકાસ્ટ ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગ્યાથી જોઈ શકાશે.
ભારત માટે સારા સમાચાર એ છે કે, ઈજાગ્રસ્ત નોર્ટ્જે ભારત સામેની વન ડે શ્રેણી પણ ગુમાવશે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર માર્ક જેન્સનને તક આપવામાં આવી છે. નોર્ટ્જે હાલમાં દક્ષિણ આફ્રીકાનો શ્રેષ્ઠ બોલર છે. ફાસ્ટ બોલર નોર્ટ્જે આફ્રિકાનો સૌથી મોટો મેચ વિનર બોલર ગણાય છે તેથી તેની ગેરહાજરીથી ભારતને મોટી રાહત થશે.
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ