IND vs SA 3rd ODI: નિર્ણાયક મેચમાં ભારતે દ.આફ્રિકાને 7 વિકેટથી હરાવી વનડે સિરીઝ જીતી લીધી

IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Oct 2022 06:37 PM
ત્રીજી વનડેમાં ભારતનો વિજય

ભારતે ત્રીજી વનડે 7 વિકેટે જીતી લીધી છે. ભારતે 100 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને મેળવી લીધો હતો. ભારત તરફથી શુભમન ગિલે 49 રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યર પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખીને 28 રને અણનમ રહ્યો હતો. આ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. સિરીઝની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વનડે જીતી હતી. પરંતુ ભારતે શાનદાર કમબેક કર્યું અને સિરીઝની બાકીની બે મેચ જીતી લીધી છે.

ભારતની મજબુત શરુઆત

ભારતે 100 રનના ટાર્ગેટ સામે સારી શરુઆત કરતાં 5 ઓવરમાં 35 રન બનાવી લીધા છે. હાલ શિખર ધવન 8 અને શુભમન ગિલ 24 રન સાથે રમતમાં છે.

ભારતને જીતવા 100 રનનો ટાર્ગેટ

નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાના યુવા બૉલરોએ તરખાટ મચાવતા શાનદાર બૉલિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. મેચમાં સૌથી વધુ કુલદીપ યાદવે 4 વિકેટો ઝડપી હતી, જ્યારે વૉશિંગટન, સિરાજ અને શાહબાજને 2-2 વિકેટો ઝડપવામાં સફળતા મળી હતી. દક્ષિણ આફ્રિકન ટીમ 27.1 ઓવરમાં માત્ર 99 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી, ભારતને મેચમાં જીતવા માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો છે.


 

નિર્ણાયક મેચમાં દ.આફ્રિકા ઘૂંટણીયે 

ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકન ટીમ બન્ને આમને સામને હતી, બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર હતી, આજની કરો યા મરોની મેચમાં સ્ટાર ખેલાડીઓથી ભરેલી દક્ષિણ આફ્રિકન ટીમ ભારતના યુવા બૉલરો સામે નબળી પુરવાર થઇ હતી, માત્ર 99 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન હેનરીચ ક્લાસેન 34 રન બનાવી શક્યો હતો, આ ઉપરાંત માલાન 15 અને જેનસેન 14 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યાં હતા, ટીમમાંથી આ સિવાય કોઇપણ ખેલાડી બે આંકડાને પાર ન હતો કરી શક્યો. દક્ષિણ આફ્રિકા ટીમ 27.1 ઓવર રમીને 99 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. 

દ.આફ્રિકાનો ટૉપ ઓર્ડર ધરાશાયી

19 ઓવર બાદ દક્ષિણ આફ્રિકન ટીમનો સ્કૉર 67 રનમાં 5 વિકેટ પર પહોંચ્યો છે. આ સાથે જ ભારતની મેચ પર પકડ મજબૂત બની ગઇ છે. નિર્ણાયક મેચમાં દક્ષિણ આફ્રિકન ટીમનો ટૉપ ઓર્ડર ધરાશાયી થઇ ગયો છે, માર્કરમ બાદ ડેવિડ મિલર પણ વૉશિંગટન સુંદરની બૉલિંગમાં 7 રનના અંગત સ્કૉર પર ક્લિન બૉલ્ડ થઇ ગયો.

દક્ષિણ આફ્રિકા મુશ્કેલીમાં 

દક્ષિણ આફ્રિકન ટીમને ચોથા ઝટકો લાગ્યો છે, આ સાથે નિર્ણાયક વનડે મેચમાં ટીમની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. ટીમનો સ્કૉર 16 ઓવરમાં 4 વિકેટના નુકશાને 44 રન પર પહોંચ્યો છે. ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાનો ટૉપ ઓર્ડર સંપૂર્ણપણે ફ્લૉપ સાબિત થયો છે, માલાન 15 રન, ડીકૉક 6 રન, હેન્ડ્રિક્સ 3 રન અને માર્કરમ 9 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા છે. 

ટૉપ-3 બેટ્સમેન પેવેલિયન ભેગા

ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે હેન્ડ્રીક્સને 3 રનના અંગત સ્કૉર પેવેલિયન મોકલી દીધો છે, સિરાજની આ બીજી વિકેટ છે, આ પહેલા સિરાજે જાનેમાન મલાનને આઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાના ટૉપ 3 બેટ્સમેનો પેવેલિયન ભેગા થયા છે. 12 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 31 રને પહોંચ્યો છે, એઇડન માર્કરમ 4 રન અને હેનરીચ ક્લાસેન 2 રન બનાવીને ક્રિઝ પર છે.

સાઉથ આફ્રિકાની નબળી શરૂઆત

12 ઓવરના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 32 રન છે.  મલાન 15 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. ડી કોકને 6 રને વોશિંગ્ટન સુંદરે આઉટ કર્યો હતો. હેન્ડ્રિક્સને 3 રને સિરાજે પેવેલિયન મોકલ્યો હતો. હાલ માર્કરામ 5 અને ક્લાસન 2 રને રમતમાં છે.

દિલ્હીમાં વરસાદી વાતાવરણ 

મેચ પહેલા રાજધાની દિલ્હીમાં મંગળવારનું વાતાવરણ વરસાદી રહ્યું છે. અહીં........ 


મહત્તમ તાપમાન- 29 ડિગ્રી સેલ્સિયસ
લધુત્તમ તાપમાન- 21 ડિગ્રી સેલ્સિયસ
વરસાદની આશંકા- 40%
વાદળછાયા વાતાવરણની આશંકા- 61%
હવાની ગતિ- 20KM

વનડે સીરીઝની દક્ષિણ આફ્રિકાની ફૂલ સ્ક્વૉડ

સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, જાનેમન મલાન, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિક નોરખિયા, વેઈન પાર્નેલ, એન્ડીલે ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, શબ્રેમ્સો અને કાબરેસી


 

 
વનડે સીરીઝની ભારતની સ્ક્વૉડ

ભારત: શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, આવેશ ખાન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ,

કેશવ મહારાજની કેપ્ટનશીપ પર સવાલો

રાંચી ODIમાં કેરટેકર કેપ્ટન કેશવ મહારાજનો ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો કારણ કે દક્ષિણ આફ્રિકાના બોલરોને પાછળથી બોલિંગ કરતી વખતે ઝાકળને કારણે ઘણું નુકસાન થયું હતું. ક્વિન્ટન ડી કોક, એડન માર્કરામ અને ડેવિડ મિલર જેવા બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું છે.

દક્ષિણ આફ્રિકા ટીમ મુશ્કેલીમાં

બીજી તરફ, દક્ષિણ આફ્રિકા માટે આ શ્રેણી આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપના પરિપ્રેક્ષ્યમાં ઘણી મહત્વની છે. આવી સ્થિતિમાં આફ્રિકન ટીમ ત્રીજી વનડે જીતીને ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગમાં પોતાના ખાતામાં કેટલાક પોઈન્ટ ઉમેરવાનો પૂરો પ્રયાસ કરશે. કેપ્ટન ટેમ્બા બાવુમાની તબિયત ખરાબ હોવાને કારણે બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તે નિર્ણાયક મેચમાં વાપસી કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

શ્રેયસ અય્યર-સંજુ ફોર્મમાં

શ્રેયસ અય્યર અને સેમસને શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇશાને છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી.  ભારતીય ટીમ મેનેજમેન્ટ ODI વર્લ્ડ કપ માટે ખેલાડીઓને અજમાવી રહ્યું છે, ત્યારે ત્રણેય ખેલાડીઓ પોતાનું ફોર્મ જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. બોલિંગમાં મોહમ્મદ સિરાજે ટી-20 વર્લ્ડ કપ માટે ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને ટીમમાં સામેલ કરવાનો જોરદાર દાવો કર્યો છે. સ્પિનર ​​શાહબાઝ અહેમદે પણ પોતાના ડેબ્યૂમાં સારો દેખાવ કર્યો હતો.


 

મીડલ ઓર્ડર મજબૂત

બીજી તરફ શુભમન ગિલ તેને મળેલી તકનો લાભ ઉઠાવી શક્યો નથી. પ્રથમ મેચમાં સસ્તામાં આઉટ થયા બાદ તે બીજી વનડેમાં સારી શરૂઆતને મોટા સ્કોરમાં બદલી શક્યો ન હતો. ભારતનો મિડલ ઓર્ડર જોકે મજબૂત દેખાય છે, જેમાં શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે.

ભારતને ઓપનિંગ જોડીનુ ટેન્શન

ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટી ચિંતા કેપ્ટન શિખર ધવન અને યુવા બેટ્સમેન શુભમન ગિલની ઓપનિંગ જોડીનું પ્રદર્શન છે. આ બંને બેટ્સમેન અત્યાર સુધી વર્તમાન સીરિઝમાં  રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વનડેમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા ભારતીય બેટ્સમેનોમાંના એક ધવને અત્યાર સુધી માત્ર 17 રન જ બનાવ્યા છે. બધાની નજર આવતા વર્ષના ODI વર્લ્ડ કપ પર છે. અનુભવી બેટ્સમેન ધવન નિર્ણાયકમાં ટીમને સારી શરૂઆત આપવાનો પ્રયાસ કરશે.

વરસાદ વિલન બની શકે

આ ત્રીજી વનડે મેચમાં પણ વરસાદ વિલન બની શકે છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને મંગળવારે પણ વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં 50-50 ઓવરની સંપૂર્ણ રમત ન થાય તેવી સંભાવના છે. જો ઓવર કાપવામાં આવે તો બીજી બેટિંગ કરનાર ટીમને ફાયદો થઇ શકે છે.

IND vs SA 3rd ODI

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ પલટવાર કર્યો અને બીજી મેચ સાત વિકેટે જીતી લીધી. આવી સ્થિતિમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંન્ને ટીમો માટે કરો યા મરો જેવી છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs SA 3rd ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે (11 ઓક્ટોબર) રમાશે. જ્યાં પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ નવ રને જીતી હતી.


IND vs SA 3rd ODI LIVE: સીરીઝ જીતવા આજે ભારત-આફ્રિકા સામ સામે, ત્રીજી વન-ડે બન્ને માટે 'કરો યા મરો'નો સ્થિતિ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.